જેતલસર જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરનું ઇન્સ્પેક્શન

0
17
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટા-ધોરાજીમાં લાંબ ટ્રેન ન હોવાની લોકોની ફરિયાદ

જેતલસર જંકશન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર આ વિસ્તારની અંદર રેલવે ઇન્સ્પેક્શન માટે અને આ વિસ્તારના લોકો સાથે બેઠક યોજવા માટે આવ્યા હતા ત્યારે તેમના દ્વારા આ વિસ્તારના લોકોની રજૂઆતો અને ફરિયાદો તેમજ માંગણીઓને લઈને એક બેઠક પણ યોજવામાં આવી હતી,

IMG 20230122 WA0020

ત્યારે ઉપલેટા-ધોરાજીના સ્થાનિક લોકો અને આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં આગેવાનોએ લાંબા અંતરની એક પણ ટ્રેન હોવાની ફરિયાદ કરી હતી. જોકે, લોકોની સમસ્યા સાંભળી તેનું નિરાકરણ કરવા ખાતરી આપી હતી.

IMG 20230122 WA0021

જેતલસર જંકશન અને વાંસજાળિયા જંકશન રૂટ વચ્ચેની રજૂઆત કરવા માટે ધોરાજી અને ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્ર પાટડીયાએ ખાસ હાજરી આપી હતી અને ધોરાજીના અને ઉપલેટા વિસ્તારના લોકો આગેવાનો જોડાયા હતા. જેમાં ખાસ કરીને ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ વિસ્તારને છેલ્લા 12 વર્ષથી થઈ રહેલા અન્યાયને લઈને વિશેષ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આ વિસ્તારની અંદર છેલ્લા કોરોના કાળ બાદ એક પણ લોકલ ટ્રેનની સુવિધા નથી ઉપરાંત જે લોકલ ટ્રેન હતી તીર્થ દર્શન માટે તેને પણ એકપ્રેસ કરી દેવાઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ સાથે અહીંયાથી લાંબા અંતરની એકમાત્ર ટ્રેન ચાલે છે જે અઠવાડિયામાં એક જ વખત ચાલે છે.

IMG 20230122 WA0022

જેતલસર જંક્શન ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા આ વિસ્તારની અંદર રેલવે ઇન્સ્પેક્શન માટે અને આ વિસ્તારના લોકો સાથે બેઠક યોજવા માટે આવ્યા હતા. તેમના દ્વારા આ વિસ્તારના લોકોની રજૂઆતો અને ફરિયાદો તેમજ માગણીઓને લઈને એક બેઠક પણ યોજવામાં આવી હતી. આ બેઠકની અંદર આ પંથકના લોકો, આગેવાનો અનેરાજકીય નેતાઓની પોતાના વિસ્તારની રજૂઆતો અને માગણીઓને સાંભળી હતી. જેના હકારાત્મક જવાબો આપ્યા હતા

વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર દ્વારા જેતલસર જંકશન ખાતે આવેલ તમામ લોકો, આગેવાનો સાહિતનાઓ સાથે પૂરતી વાતો કરી હતી અને તેમની રજૂઆતોને સંપૂર્ણપણે સાંભળી અને તે અંગેની માહિતીઓ મેળવી અને આવનારા દિવસોની અંદર તેમની સમસ્યાઓ દૂર કરવા માટેના વધુને વધુ પ્રયત્નો અને હલ લાવવામ માટેની પણ કામગીરી કરવામાં આવશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews