વાત્સલ્યમ્ સમાચાર
તા. ૦૩/૦૯/૨૦૨૩ ના રોજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જીલ્લા રમત વિકાસ અધિકારી કચેરી, રાજકોટ (School Games Federation of India) દ્વારા આયોજીત રાજકોટ શહેર કક્ષાની આંતર શાળાકીય બેડમિન્ટન સ્પર્ધામાં અન્ડર – ૧૪ ધો – ૮ માં અભ્યાસ કરતાં પ્રાંશુ વિપુલભાઈ જાનીએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી દ્વિતીય ક્રમ હાંસલ કરી રાજ્ય કક્ષાએ પસંદગી પામેલ છે અને જાની પરિવાર તેમજ નાના નરેન્દ્રભાઈ દવે (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, સહવ્યવસ્થા પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રાંત) અને હસુભાઈ દવે (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ, ભારતીય મઝદૂર સંઘ) ના પરિવારનું ગૌરવ વધારેલ છે. ભવિષ્યમાં પણ ઉચ્ચ કક્ષાએ પસંદગી પામે તેવી તેમના પરિવાર અને મિત્રો તરફથી અભિનંદન અને શુભેચ્છાઓ પ્રાપ્ત થઇ રહી છે.