RAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં, જનકલ્યાણનાં” રાજકોટ જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ’ અંતર્ગત ૧૦મી જૂને છ તાલુકામાં ૧૦ સ્થળે વૃક્ષારોપણનું આયોજન

તા.૯/૬/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજકોટ જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ અભિયાન શરૂ થયું છે. જે અંતર્ગત દરેક તાલુકામાં સઘન વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૦મી જૂને કોટડાસાંગાણી તાલુકામાં પાટીદડમાં વિમલ રિસર્ચ સેન્ટર ખાતે, જામકંડોરણામાં જશાપર પ્રાથમિક શાળા ખાતે, જેતપુરમાં કેરાળી, ચાંપરાજપુર સ્મશાન, પીઠડીયા હનુમાન તેમજ પેઢલા ખાતે, પડધરીમાં ખામટા પ્રાથમિક શાળા ખાતે, રાજકોટ તાલુકામાં ખેરડી ગ્રામ પંચાયત ખાતે, લોધિકા તાલુકામાં ખામભા સ્મશાન તથા લાપાસરી સ્મશાન ખાતે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે જેતપુર રેન્જ દ્વારા જેતપુર ઉત્સવ હોટલની પાછળ, ત્રિરંગા બંગલાની બાજુમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં ૧૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. મોટા દુધીવદર તાલુકા પ્રાથમિક શાળામાં ૨૦ રોપાનું વાવેતર કરી વન વિભાગ દ્વારા સ્થાનિકોને ૧૫૦૦ રોપાનું મફતમાં વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ચાચા વદરડા ગામ ખાતે ઉપસરપંચ, પ્રાથમિક સ્કૂલના આચાર્ય, શિક્ષકો તથા ગામના આગેવાનોએ વૃક્ષારોપણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોટડાસાંગાણીમાં ઠાકોરજી મુળવાજી આર્ટસ કોલેજ ખાતે તાલુકા પંચાયતના સદસ્ય, સરપંચ, કોલેજના આચાર્ય, શિક્ષકો તેમજ ગ્રામજનોએ સાથે મળીને કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું હતું.

નોંધનીય છે કે, આ અભિયાન દરમિયાન જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જનપ્રતિનિધિઓ તથા નાગરિકોના સહકારથી વિવિધ તાલુકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. ૨૧મી જૂન સુધીમાં ૬૪ જેટલા સ્થાન પર આશરે ૨૭ હજાર વૃક્ષોનું વાવતર કરવામાં આવશે. આ સાથે નાગરિકો પણ ઘરે વૃક્ષો ઉછેરી શકે તે માટે છોડનું વિતરણ કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!