રાજકોટ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

0
14
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૨ જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

“ઈ-સરકાર” એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરીને પેપરલેસ કાર્યવાહી કરવા માટે ભાર મુકતાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કર

સરકારના દરેક વિભાગની સુગમ વહિવટી પ્રક્રિયા થકી જનતાને સરકારી લાભો સુલભ બને અને તેમને ઉદભવતા પ્રશ્નોનું નિરાકરણ આવે તે હેતુ આજરોજ નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

IMG 20230122 WA0030

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટરશ્રી કેતન ઠક્કરે સિંચાઈ, અન્ન-નાગરિક પુરવઠા, શિક્ષણ, પી.જી.વી.સી.એલ., માર્ગ – મકાન, જમીન સંપાદન સહિતના દરેક વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત પડતર પ્રશ્નોનો ઝડપથી નિકાલ કરવા તાકીદ કરી હતી. આ તકે તેઓએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને પોતાની કચેરીઓમાં ઈ-સરકાર એપ્લીકેશનનો મહત્તમ ઉપયોગ કરીને પેપરલેસ કાર્યવાહી કરવા માટે ભાર મુક્યો હતો.

IMG 20230122 WA0031 2

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર.એસ.ઠુંમર, ડી.સી.પી. ઝોન – ૧ સજ્જ્નસિંહ પરમાર, ડી.વાય.એસ.પી. ગ્રામ્ય શ્રી હિંગળાજદાન રત્નુ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી બ્રિજેશ કાલરીયા, જિલ્લા અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીશ્રી અવની હરણ, આર.ટી.ઓ અધિકારીશ્રી કે.એમ.ખપેડ, સર્વે પ્રાંત અધિકારીશ્રી અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

IMG 20230122 WA0029

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews