તા.૨૬ માર્ચ
વાત્સલ્યમ્ સમાચાર
ભાગ્યેશ જ્હા, પુલક ત્રિવેદી, રમણ વાઘેલા, કલ્પેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિ
રાજકોટ ખાતે પ્રાદેશિક માહિતી કચેરીમાં સંયુક્ત માહિતી નિયામક તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ ગાંધીનગર સ્થાયી થયેલા નિવૃત્ત અધિકારી શ્રી નટુભાઈ પરમાર કે જેઓ લેખક અને પત્રકાર તરીકે ખ્યાતિ ધરાવે છે, તેઓના દસમા પુસ્તક ”અનુવચન” નું વિમોચન આગામી તા. ૩૦ માર્ચના રોજ સવારે ૧૦.૦૦ કલાકે રાધે બેન્કવેટ હોલ, સેક્ટર -૧, ગાંધીનગર ખાતે યોજાશે.
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને ખ્યાતિપ્રાપ્ત સર્જક શ્રી ભાગ્યેશ જ્હા, ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને પ્રસિદ્ધ સાહિત્યકારશ્રી પ્રવીણભાઈ ગઢવી, વિખ્યાત લેખક – ચિંતક – વક્તા પુલક ત્રિવેદી, જાણીતા કવિ રમણ વાઘેલા અને સાહિત્યકારશ્રી કલ્પેશ પટેલ સહિતની પ્રતિભાઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સુજ્ઞ સાહિત્યરસિકોને આ લોકાર્પણ કાર્યક્રમનો લાભ લેવા નિવૃત્ત સંયુકત માહિતી નિયામકશ્રી નટુભાઇ પરમારે ભાવભીનો અનુરોધ કર્યો છે.