વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બળાત્કારનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. સગીરા પર સગા બનેવીએ વાંરવાર દુષ્કર્મ આચર્યું હતું. આથી સગીરા ત્રણ વખત ગર્ભવતી બની હતી અને ત્રણેય વખત બનેવીએ ગર્ભપાત કરાવ્યો હતો. આ કેસ ઉપલેટા કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે તાજેતરમાં જ આ કેસ કોર્ટમાં ચાલતા સગીરાના રાજકોટ રહેતા મંગેતરે પણ સગીરાને હવસનો શિકાર બનાવ્યાનું ખુલ્યું છે.
રાજકોટમાં રહેતા સગીરાના મંગેતરે પણ સગીરા ઉપર દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દીધો હતો. બાદમાં સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. જોકે, મૃત બાળકને બારોબાર દફનાવી દેવાના મામલે મંગેતર સામે પણ ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે.