RAJKOTUPLETA

ઉત્સવો, દોરી, દારૂ, ડ્રગ્સથી આગળ કોઇ કામગીરી નથી,

૯ જાન્યુઆરી વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

જંગી બહુમતીથી સંપુર્ણ એક હથ્થું બહુમતીની ડબલ એન્જીન સરકાર વાળા સરકારની રચના પછી એક મહીના બાદ પણ કમુહર્તાની ચુંદડી ઓઢીને પતંગ દોરી, દેશી વિદેશી દારુ અને કેફી દવાઓ પાછળ વિકાસનો દોર ચલાવી રહી છે,

સતા ઉપર પુરેપુરો કબ્જો થયા પછી હતા ઉપર આવેલા સતાધિશો જનતાના પાયાની સમસ્યાઓના ઉકેલ માટેના કામકાજ કરી શકતી નથી,

નવું અને અધુરું મંત્રી મંડળ એક મહીનાથી સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં સામાજીક સ્નેહ મિલનો, ફ્લાવર શો, પતંગોત્સવ, રણો ઉત્સવો, ચિંતન શિબિર, શૈક્ષણિક કાર્યક્રમો, બિઝનેસ એકઝીબીશન, કથા સપ્તાહોમાં દિન પ્રાગટ્ય અને હાજરી આપવા રોકાયેલ છે,

સરકારના મહત્વના ખાતાઓ, મહેસુલ, શહેરી વિકાસ, માર્ગ મકાન, પંચાયત, વગેરે માટે કેબિનેટ મંત્રીઓની પસંદગી નિમણૂંક કરવામાં આવી નથી તેથી ખેતી બીન ખેતી જમીનોના ૧૫ વરસથી ચાલતા પ્રશ્નો યથાવત ફસાયેલા પડ્યા છે,

સરકારમાં સૌથી મોટી સમસ્યાઓ મહેસુલ, શહેરી વિકાસ, માર્ગ મકાન વિભાગમાં છે જમીનોને લગતા દિવાની કેસોના સરકારી કચેરીઓમાં તથા કોર્ટોમાં ઢગલા થયેલા છે,

શિક્ષણ વિભાગમાં એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સરકારના ચેરીટી કમિશ્નર તાંબાની સ્વનિર્ભર શાળાઓ કોલેજોનું ૩૦ વરસથી સરકાર પાસે કોઇ નિયમન કે નિયંત્રણ ના હોવાથી શિક્ષણ ક્ષેત્રે વહિવટી અરાજકતા યથાવત જળવાયેલી છે,

જીતશે ગુજરાતના સુત્ર સાકાર થયા પછી કુટાશે -પીટાશે ગુજરાત, પીસાશે -ટીપાશે ગુજરાત, લુંટાશે -ધુતાશે ગુજરાતના ફળ પાકવા લાગ્યા છે,

મતદાર જનતા જાતીવાદ, મજ્જીદ, પાકિસ્તાન, મુસ્લિમ, દેશહિતમાં, રાષ્ટ્ર સુરક્ષા માટે મતદાન કરે અને રાત દિવસ કરવેરા ભરે છે એના બદલામાં હતા મળ્યા પછી સત્તાધિશો પાંચ વરસ તાગડધિન્ના કરતાં રહે છે,

મતદારોને બે ટાઇમ રોટલા જોઇએ છે નેતાઓને ૭૦ પેઢીનું ભોગવી ના શકાય એટલા ધન સંપત્તિ જોઇએ છે ગામડાના નાના કાયમી પ્રશ્નો જેવાકે ગટર સફાઇ, કચરા સફાઇ, વિજળી પાણીના રોજીંદી જરૂરીયાત માટે પણ સચિવાલય અને મંત્રીના કાર્યાલયમાં રજુઆત કરવી પડે છે,

સરકારની વાસ્તવિકતા હાસ્યાસ્પદ બનતી જાય છે, કારણ કે જેમાં ભ્રષ્ટાચાર રીશ્વત મળતી નથી તેવા કોઇપણ કામ ગ્રામ્ય તાલુકા અને નાના શહેરોમાં કરવામાં આવતા નથી, જે કામમાં ટેન્ડર પ્રક્રિયા હોય, કોન્ટ્રાક્ટ આપવાનો હોય, કમિશન અને કટકી મળે તેવા કામો કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરો, ટેન્ડર હોલ્ડરો પાસેથી કટકી, કમિશનનો પણ વિકાસ થયેલો છે ૫% થી ૩૦ % સુધી કમિશન કટકા ભરપાઇ કરવા પડે છે,

સરકારની સતા મેળવવા કરોડો અબજો રૂપિયાનો પ્રચાર કાર્યમાં ખર્ચેલા હોય તેથી કરોડો ફુંકી ને અબજો લુંટવાનુ રાજકારણ મતદારોનુ પીસી પીસી ટીપી ટીપીને તેલ કાઢે તો એ ફરીયાદ જનક નથી,

જનતા પાસે અનેક ભગવાન છે, દેવી દેવતાઓ છે શ્રદ્ધા છે અંધ વિશ્વાસ છે, આશા અપેક્ષા છે. જનતા પુજા પાઠ માનતા બાધા રાખીને મોંઘવારી, બેરોજગારીનો બોજ વેઠીને જીવન રાષ્ટ્રને અર્પણ કરતા હોય છે.

જેવા કર્મ કરેલા તેવા ભોગવવા પડે એ કુદરતનો સિદ્ધાત છે એટલે ભ્રષ્ટાચાર ગુનાખોરીની ખરડાયેલા દેશપ્રેમીઓને સતા આપવા મતદાનનું કર્મ કર્યું હોય તો એના ભ્રષ્ટાચારી ફળ તો એક પછી એક પાકતા રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!