૧૩-સપ્ટેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
ભુજ કચ્છ :- રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હવે સરકાર સામે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગ ના પડતર પ્રશ્નો માટે આંદોલન કરશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત હવે સરકાર સામે રણમેદાનમાં.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્રારા સરકાર માં વારંવાર રજુઆતો તથા મુલાકાતે કરવા મા આવી છતાં પણ સમાધાન થયેલ અને પડતર પ્રશ્નો નુ સરકાર દ્વારા કોઈ યોગ્ય નીરાકરણ લાવવામાં આવ્યું નથી.. સરકાર સાથે થયેલ સમાધાન દરમિયાન જે જાહેરાત કરવામાં આવી હતી તથા જે તે આંદોલન વખતે જે માંગણીઓ હતી તેના પણ પરિપત્ર અલગ કરવામાં આવ્યા હતા. તેથી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત સરકાર તથા શિક્ષણ વિભાગને 21 તારીખ નું અલ્ટીમેટમ આપી અને જણાવ્યું છે કે જો 21 તારીખ સુધીમાં આ તમામ પડતર પ્રશ્નો નુ નિરાકરણ નહીં આવે તો રાષ્ટ્રીય શિક્ષિક મહાસંધ સરકાર સામે 21 તારીખ બાદ રણ મેદાનમાં ઉતરી પડશે તથા ગુજરાતના માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક આચાર્ય સંવર્ગના તમામ મિત્રો પોતાના પડતર પ્રશ્નો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાથે આંદોલનમાં સહભાગી બનશે..ગુજરાતના શિક્ષકોને વિશ્વાસ અને ભરોસો છે કે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તેમના પડતર પ્રશ્નોનુ સમાધાન યોગ્ય રીતે લાવશે. આ પ્રકારના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાતના હુંકારને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર કચ્છના શિક્ષકો વતી આવકારે છે.