Rajkot: રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકામાં ૨૪-૨૫ નવેમ્બરે યોજાશે રવિ કૃષિ મહોત્સવ

0
67
વાત્સલ્યમ્ સમાચાર

તા.૨૧/૧૧/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેક્નોલોજી તથા ખેડુતલક્ષી સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન અપાશે

કૃષિલક્ષી માહિતી આપતા વિવિધ સ્ટોલ્સનું આયોજન, પ્રગતિશીલ ખેડૂતોને એવોર્ડ, પશુ કેમ્પનું આયોજન

Rajkot: ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક કૃષિ ટેક્નોલોજી તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગે માર્ગદર્શન આપવા રાજ્યના તમામ તાલુકામાં તા. ર૪ તથા ૨૫મી નવેમ્બર દરમિયાન બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં પણ આ મહોત્સવ દરમિયાન ખેડુતલક્ષી વિવિધ કાર્યક્રમો યોજાશે.

જિલ્લાના જસદણ તાલુકામાં જળસંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયા, કોટડાસાંગાણી તાલુકામાં સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી શ્રીમતી ભાનુબહેન બાબરિયા તથા જિલ્લાના અન્ય તાલુકાઓમાં વિવિધ મહાનુભાવોના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે. રાજકોટ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩નાં આયોજન અંગે જિલ્લા કલેક્ટરશ્રી પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને જિલ્લા અમલીકરણ સમિતિની બેઠક મળી હતી. જેમાં રવિ કૃષિ મહોત્સવના આયોજનને ઓપ આપવામાં આવ્યો હતો.

આ મહોત્સવના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજાશે. જ્યારે વધુમાં વધુ ખેડૂતો પ્રદર્શનનો લાભ લે તે માટે પ્રદર્શન બીજા દિવસે પણ ખુલ્લુ રાખવામાં આવશે. દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવશે. આ તકે ગતિશીલ ખેડૂતોને “આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ”થી નવાજવામાં પણ આવશે. વિવિધ તાલુકાઓમાં ખેડૂતોને મહાનુભાવોના હસ્તે યોજનાના મંજૂરીપત્રો, સહાય હુકમોના વિતરણ પણ કરવામાં આવશે.

કૃષિ મહોત્સવ દરમિયાન મિલેટસમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન તેમજ સેલ્ફ હેલ્પ ગ્રુપ, પ્રાકૃતિક કૃષિ પેદાશ વેચાણ અને પ્રદર્શન, ડ્રોન ટેકનોલોજી, સુક્ષ્મ પિયત પદ્ધતિ, કિસાન ક્રેડીટ કાર્ડ, બીજ નિગમ, ફાર્મ મિકેનાઈઝેશનના સ્ટોલ્સ રહેશે. આ સાથે તાલુકા કક્ષાએ વિવિધ નાગરિકલક્ષી સેવાઓ આપવા સેવાસેતુ જેવા કાર્યક્રમ અન્વયે સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે.

આ સાથે પશુપાલન વિભાગ દ્વારા સ્થાનિક કક્ષાએ બે દિવસ માટે પશુ આરોગ્ય કેમ્પ કરવામાં આવશે. તેમજ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી, ખેતી ખર્ચના ઘટાડા માટે ઇનપુટ્સના કાર્યક્ષમ ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઓર્ગેનિક કાર્બનના વધારા અંગે વક્તવ્ય, “ઈન્ટરનેશનલ મિલેટ્સ યર” ને ધ્યાને લઈ “શ્રી અન્ન” (મિલેટ), બાગાયત પાકોમાં નવીનત્તમ ટેકનોલોજી, એફ.પી.ઓ.ની કામગીરી જેવા વિષયો અંગે સેમિનાર યોજીને માર્ગદર્શન આપવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews