
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
*અરવલ્લી જિલ્લામાં અસરગ્રસ્ત માર્ગોની મરામત કામગીરી શરુ કરવામાં આવી *
નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરીંગ, રીસરફેસીંગ, મેટલવર્ક કરવાની કામગીરી હાથ ધરાઈ*
રાજ્યભરમાં ભારે વરસાદની સ્થિતિ બાદ જિલ્લા તાલુકા, શહેર અને ગામોને જોડતા નાના મોટા રોડ/રસ્તાઓ ઉપર પાણી ભરાવાના કારણે રસ્તાઓને નુકશાન થયું છે. નાગરિકોને યાતાયાતની સુવિધામાં કોઈપણ પ્રકારની તકલીફના પડે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા આદેશો આપ્યા છે, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અસર પામેલ માર્ગોના મરામતની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરાઈ છે. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ક્ષતિગ્રસ્ત થયેલા તમામ નાના મોટા રોડ, રસ્તાઓ રિપેરિંગ, રિસરફેસિંગ, મેટલવર્ક કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બાયડ- સાઠંબા – ધોરીડુંગરી રસ્તા પર સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ દ્વારા તાત્કાલિક ધોરણે અસરગ્રસ્ત રોડ રસ્તાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.





