પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો પછી નર્મદા ડેમના અસરગ્રસ્ત વસાહતોને ગ્રામપંચાયતોમાં ભેળવો : અસરગ્રસ્તોનો વિરોધ

0
179
વાત્સલ્યમ્ સમાચાર

પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવો પછી નર્મદા ડેમના અસરગ્રસ્ત વસાહતોને ગ્રામપંચાયતોમાં ભેળવો : અસરગ્રસ્તોનો વિરોધ

 

” પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે ત્યાં સુધી સરકારનો કોઈ પણ નિર્ણય અસ્વીકાર્ય ” આંદોલનની ચીમકી : અસરગ્રસ્તો

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

નર્મદા ડેમના અસરગ્રતોની વસાહતો નજીકની ગ્રામપંચાયતો સાથે ભેળવવાના સરકારના નિર્ણયનો અસરગ્રસ્તોનો વિરોધ કરી રહ્યા છે તિલકવાડા તાલુકાના શિરા નવી વસાહત ખાતેથી અસરગ્રસ્તોએ સરકારના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે નિગમ પાસે જે પડતર પ્રશ્નો છે તે પૂરા કરો પછી ગ્રામ પંચાયતમાં સમાવો જો તેમ નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી તેમજ દિલ્હી ખાતે જંતર મંતર પર જઈને આંદોલન કરવાની ચીમકી અસરગ્રસ્તોએ ઉચ્ચારી છે

 

IMG 20231121 WA0038

પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર સરોવર ડેમના બાંધકામથી દુબમાં ગયેલી જમીનના ખાતેદારોને પુનઃ વસવાટ માટે બનાવવામાં આવેલી ૮૦ જેટલી વસાહતોને તેના નજીકના મૂળ ગામ સાથે ભેળવી દેવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.ત્યારે નર્મદા અસરગ્રસ્તો તિલકવાડા તાલુકાના સીરા વસાહત ખાતે અલગ અલગ વસાહતોના અસરગ્રસ્ત આગેવાનો ભેગા થયા હતા.અને તેઓના નર્મદા નિગમનાં જે અધૂરા કામો પૂર્ણ કરો ત્યાર બાદ મૂળ ગામમા ભેળવો તેવું જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે વસાહતોના ઘણા બધા પ્રશ્નો બાકી ૨૦૧૬ માં પડતર માંગણીઓ સાથે કેવડીયા ખાતે એક વર્ષ આંદોલન કર્યું હતી ત્યારે પણ સરકાર દ્વારા અસરગ્રસ્તોને માત્ર આશ્વાશન આપવામાં આવ્યું હતું ત્યાર બાદ પાંચ વર્ષ પછી સીરા વસાહતમાં ૦૭ મહિના ભૂખ હડતાલ ઉપર ઉતર્યા હતા તે વખતે પણ સમાધાન કરી લોલીપોપ આપવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં શાળા, દવાખાનું ચાલતું હતું તે પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અને જે તે સમયે રોડ રસ્તા બનાવવામાં આવ્યા છે તે પણ હલકી ગુણવત્તાવાળા બનાવવામાં આવ્યા છે તે પણ હવે તૂટી ગયા છે. પાણીની સુવિધા પણ કરવામાં નથી આવી અને સિંચાઇનું પાણી પણ પૂરું મળતું નથી. આવા ઘણા બધા પ્રશ્નો છે તે નર્મદા નિગમે પૂરા કર્યા નથી. રાજ્ય સરકારે જે મૂળ ગામમાં વસાહતોના સોંપવાની વાત છે પણ જે અધૂરા પ્રશ્નો નર્મદા નિગમ પૂરા કરે ત્યાર બાદ અમારી વસાહતોને સામેલ કરે ત્યાં સુધી અમારી વસાહતોની મૂળ ગામ સાથે અમે જોડાવા માંગતા નથી જ્યાં સુધી અમારા પ્રશ્નો પૂરા કરવામાં નહિ આવે ત્યાં સુધી અમે મૂળ ગામ ભેળવવા સંમતિ આપવાના નથી. અને અમે અસરગ્રસ્તો મૂળ ગામમાં પંચાયતમાં જવા માંગતા નથી તેમ અસરગ્રતોએ જણાવ્યું હતી ઉપરાંત જો પડતર પ્રશ્નોનો ઉકેલ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે

 

 

*** નર્મદા ડેમ અસરગ્રતોના મૂળ પડતર પ્રશ્નો કયા છે ???

1. સરકારી પરિપત્ર મુજબ સરકારી નોકરી આપવામાં આવે.

2. ત્રણ રાજ્યની સરખી પોલિસી ગણી કટ ઓફ ડેટ ગણવી

3. સંયુક્ત ખાતામાંથી રહી ગયેલ સભ્યને અસરગ્રસ્ત જાહેર કરવામાં આવે.

4. જે તે મૂળ ગામમા ઘર જમાઈ તરીકે રહેતા હતા તેઓને જે તે વસાહતમાં તેજ ઘરો સિફત કરેલ તેઓને અસરગ્રસ્ત જાહેર કરવા

5. મુળગામ તુરખેદા અને માંકડખડા કૂપ્પા જેવા ગામોના બાકી રહેલા લોકોના ટાપુમાં ગણીઅ સરગ્રસ્ત જાહેર કરવા

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews