25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી રિહેન એચ.મહેતા વિદ્યાલય,માંકડીના શિક્ષક શ્રી સાગરભાઇ પઢિયાર દ્વારા શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય, જી.સી. ઇ.આર.ટી. પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર આયોજિત જિલ્લા કક્ષાના નવમા એજ્યુકેશનલ ઇનોવેશન ફેર નું આયોજન કરવામાં આવ્યું હતું.. જેમાં રિહેન એચ. મહેતા વિદ્યાલય, માંકડી તાલુકા કક્ષાએ પસંદગી પામી જિલ્લા કક્ષાએ પસંદગી પામી હતી… જેનો વિષય હતો પર્યાવરણ જાગૃતિ.. અત્રે ઉલ્લેખનીય છે કે પર્યાવરણ જાગૃતિમાં શાળા દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે.. દાંતા ખેડબ્રહ્મા પોશીના વડગામ અને પાલનપુર તથા અમીરગઢ તાલુકામાં જે પણ શાળા સંસ્થા કે વ્યક્તિને જરૂર હોય તેમને દાતા શ્રી કે.ટી.પરિવાર , ખેડબ્રહ્મા વતી વિનામૂલ્યે વૃક્ષો સ્થળ ઉપર પહોંચાડવામાં આવે છે.. તથા જરૂરી કુંડા પાંજરા અને ટીશર્ટ પણ બાળકો માટે વિનામૂલ્ય આપવામાં આવે છે.. પર્યાવરણ જાગૃતિ નો આ પ્રોજેક્ટ જિલ્લા કક્ષાએ સુંદર રીતે રજૂ કરવા બદલ શાળાના આચાર્ય શ્રી ડૉ.રાકેશ કે.પ્રજાપતિ એ સમગ્ર શાળા પરિવાર વતી ઉત્સાહી શિક્ષક શ્રી સાગર પઢિયાર ને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.