HIMATNAGARSABARKANTHA

આર.એન.પટેલ હાઇસ્કુલ તખતગઢ ખાતે ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે રમતોત્સવની ઉજવણી કરાઇ

     સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તખતગઢ આર.એન.પટેલ હાઇસ્કુલ ખાતે યુવા દિવસની નિમિત્તે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય તથા  નહેરુ યુવા કેન્દ્ર પ્રાંતિજ દ્વારા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

      સ્વામી વિવેકાનંદની જન્મ જયંતી નિમિત્તે તા. ૧૨ થી ૧૯ જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન રાષ્ટ્રીય યુવા સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. જે અનુસંધાને તખતગઢ મુકામે યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કર્ણાટક ખાતે ઉજવાયેલા રાષ્ટ્રીય યુવા ઉત્સવ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનોને રાષ્ટ્ર જોગ ઉદબોધનનું લાઈવ પ્રસારણ પ્રોજેક્ટર પર બતાવવામાં આવ્યું હતું. જેમાં વિધાર્થીઓમાં રમત ગમત થકી શારીરીક અને માનસિક ક્ષમતાઓમાં વધારો થાય તેમજ સ્વામી વિવેકાનંદના વિચારો અને જીવન કવન થકી દેશના વિકાસ માટે આગળ આવવા પ્રેરીત કર્યા હતા .

     અત્રે ઉલ્લેખનીય છે કે પ્રાંતિજનું તખતગઢ ગામ આજે દેશમાં પાણી વ્યવસ્થાપનમાં અગ્રેસર છે. જળ જીવન મીશન અંતર્ગત રાષ્ટ્રીયકક્ષાએ રષ્ટ્રપતિ દ્રારા આ ગામને એવોર્ડ મળ્યો હતો. આ ગામના યુવા સરપંચશ્રી દ્રારા ભારત સરકારના અને રાજ્ય સરકારના વિવિધ અભિયાનને અમલી બનાવી ગામનો સુંદર વિકાસ કર્યો છે.

     આ કાર્યક્ર્મમાં ગામના સરપંચ શ્રી નિશાંતભાઈ પટેલ, શાળાના આચાર્ય શ્રી ચંદુભાઈ પટેલ, હિંમતનગર યુવા કેન્દ્રના હિમાંશુ ઉપાધ્યાય તેમજ કાર્યકરો અને વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!