સાબરકાંઠા જિલ્લાના PC & PNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ડોકટરોનો વર્કશોપ યોજાયો
***************
સાબરકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગના ઉપક્રમે જી. એમ. ઈ. આર. એસ હિંમતનગર ખાતે સાબરકાંઠા જિલ્લામાં PC PNDT એક્ટના વિસ્તૃત જાણકારી તથા અમલવારી અર્થે ગવર્મેન્ટ તથા પ્રાઇવેટ PC & PNDT એક્ટ હેઠળના રજીસ્ટ્રેશન ધરાવતા ડોક્ટરશ્રીઓનો વર્કશોપ યોજવામાં આવ્યો હતો.. જેમાં PC PNDT એક્ટ અંગેની વિસ્તૃત જાણકારી અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કે.એસ.ચારણ દ્વારા આપવામાં આવી હતી.
વર્કશોપમાં આર.સી. એચ.ઓ ડો. શબ્બીરઅલી દેધરોટીયા, FOGSI સાબરકાંઠાના પ્રમુખશ્રી ડો. સંદીપ પટેલ સહીત સાબરકાંઠા જિલ્લાના PC & PNDT એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન ધરાવતા ૯૨ ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. તેઓને PC & PNDT એક્ટનું અમલીકરણ કરવા માટે તેમજ મહત્વની સૂચનાઓ આપવા આવી હતી. PC & PNDT એક્ટ અન્વયે ફોર્મ ફોટોમાં કોઈપણ ક્ષતિ કે ભૂલો, સર્ચ & સીઝરની કાર્યવાહી દરમિયાન જોવામાં આવે તો તે વહીવટી ભૂલ ગણી શકાય નહીં તે અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. સેક્સ રેશીયો ઊંચો લાવવા માટે એક્ટનું પાલન કરવા પણ સૂચના આપવમાં આવી હતી. વર્કશોપમાં ઉપસ્થિત તબીબોને કાયદાના પાલન સંબંધિત પ્રશ્નો અંગે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા