–
સરકારી વિનયન કોલેજ જાદર દ્વારા વીરપુર ગામે NSS ની વાર્ષિક શિબિર યોજાઈ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી, પાટણ
સંલગ્ન સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,જાદરના આચાર્યશ્રી ડૉ.કે.જી.પટેલના માર્ગદર્શન અને એન.એસ.એસ.પ્રોગ્રામ ઓફિસર શ્રી પ્રો.આર.જી.ચૌધરીના આયોજન થકી વીરપુર ગામમાં તારીખ ૨૭/૦૨/૨૦૨૩ થી ૫/૦૩/૨૩ સુધી સાપ્તાહિક રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત “ખાસ શિબિર “(N.S.S.)નુ
આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ શિબિર નાં ઉદઘાટન પ્રસંગે ઇડર તાલુકાના નાં મામલતદારશ્રી કે.જી વાઘેલા , જાદર કોલેજના આચાર્યશ્રી કે.જી.પટેલ, ગામના સરપંચ શ્રી પિયુષભાઈ પટેલ , મેડિકલ ઓફિસર ડો એફ એચ પાંચભૈયા, વિરપુર હાઇસ્કુલના આચાર્ય શ્રી કમલેશ પટેલ, જાદર હાઈસ્કૂલ ના પૂર્વ આચાર્ય શ્રી મનુભાઈ પટેલ , તથા ખાસ વીરપુર ગામના વડીલો અને મોભીઓ પરીવાર સાથે હાજર રહી એન.એસ.એસ. કેમ્પ માટે સ્વયંસેવકોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ એન.એસ.એસ.કેમ્પમા સફાઈ અભિયાન, નેત્ર તપાસ, પ્રભાત ફેરી, ફાયર સેફ્ટી વિશે જાગૃતિ, વુમન સેફ્ટી માટે વ્યાખ્યાન, પર્યાવરણ બચાવો, પાણી બચાવવાં માટે શપથ લીધા,અભિયાન, શેરી નાટક, સાંસ્કૃતિક કાર્યકમો,ડાયરો ગરબા જેવી ભરપૂર મનોરંજન સાથે વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા માટે વ્યાખ્યાન, મેડિકલ કેમ્પ, માર્ગ સલામતી માટે કાર્યક્ર્મ, સામાજીક સર્વે, જૈવિક ખેતી કાર્યક્રમ, તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે દ્વારા વિરપુર ગામનો ઉત્કર્ષ થાય અને વિદ્યાર્થીઓમાં ગાંધી ચીંધ્યા માર્ગે શિસ્ત,સહકાર દ્વારા સમાજ અને દેશ માટે સેવાની ભાવના જાગે અને તેમનો આત્મવિશ્વાસ વધે તે માટે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ખાસ શિબિર દરમિયાન ગામના ઉત્સાહી,યુવા સરપંચશ્રી પ્રોગ્રામ ઓફિસરશ્રી અને સ્વયંસેવકોને ખૂબ સાથ સહકાર આપ્યો હતો.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા