*શ્રી જી.એમ.પટેલ પ્રાથમિક શાળા, ચોરીવાડમાં વાર્ષિકોત્સવની ઉજવણી*
તારીખ -03-03 2023 ને શુક્રવારે રાત્રે 8:00 વાગે શ્રી જી.એમ.પટેલ પ્રાથમિક શાળા,ચોરીવાડમાં ધોરણ- 1 થી 8 ના તમામ બાળકોના જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં સમારંભ અધ્યક્ષ તરીકે મા. શ્રી રમણલાલ વોરા ધારાસભ્યશ્રી, ઇડર – વડાલી વિધાનસભા, ઉદઘાટક તરીકે મા. શ્રી હર્ષદભાઈ ચૌધરી DPEO સાબરકાંઠા, મુખ્ય મહેમાન તરીકે મા.કે. ટી. પોરાણીયા,ડાયટ ઇડર , મા.ડૉ. નિષાદભાઈ ઓઝા ,મા.શ્રી સુધીરભાઈ હરિભાઈ પટેલ ઉદ્યોગપતિ- મુંબઈ, મા. શ્રી મહંમદ ઈદરીશભાઈ શેખ,અતિથિ વિશેષ તરીકે મા.આર.વી. બોચિયા TPEO ઈડર, પ્રેમલભાઈ દેસાઈ, અશ્વિનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઈડર, ગામના સરપંચ શ્રીમતી ગીતાબેન બી.પટેલ, પૂર્વ સરપંચ ભરતભાઈ સી.પટેલ,શ્રીમતી એકતાબેન એમ.પટેલ પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત – ઈડર ગામના વડીલ શ્રી હરિકાકા, ગામની બચત મંડળી, સેવામંડળી, દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ તથા SMC અધ્યક્ષ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં શાળાના બાળકોએ જુદા જુદા ડાન્સ, ગરબા ઘૂમર, એક્શન સોંગ, થીમ વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમો થકી લોકોને ખૂબ જ પ્રભાવિત કર્યા હતા.શાળાનું મેદાન ગ્રામજનો તથા આજુબાજુના ગામડાઓથી ઉભરાઈ રહ્યું હતું.આશરે 2500 થી 3000 જેટલી પબ્લિક આ કાર્યક્રમ નિહાળવા આવી હતી. આ વાર્ષિકોત્સવ કાર્યક્રમનું લાઈવ ટેલીકાસ્ટ youtube પર હતું.જેથી બહાર રહેતી વ્યક્તિઓ પણ નવી ટેકનોલોજી થી આ કાર્યક્રમ નિહાળી શકે તેવું સુંદર આયોજન કરેલ હતું.આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્યશ્રી તથા શાળા પરિવારને શિરે જાય છે. ગ્રામજનોએ માતબર દાન આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા તથા શાળા પરિવાર અને બાળકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા