SABARKANTHA

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં મતગણતરી કેંદ્રની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં મોબાઇલ સહિતના આધુનિક સંદેશા વ્યવહારના સાધનો પર પ્રતિબંધ

 

ભારતના ચૂંટણી પંચ ધ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. તે મુજબ સાબરકાંઠા જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ નિયત કરવામાં આવેલ છે તથા મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ હાથ ધરાનાર છે. સાબરકાંઠા જિલ્લામાં તા. ૦૪/૦૬/૨૦૨૪ ના રોજ પોલીટેકનીક કોલેજ,મોતીપુરા હિંમતનગર ખાતે મતગણતરી થનાર છે. મતગણતરીના દિવસે સવારે ૭.૦૦ કલાકથી મતગણતરી પુરી ન થાય ત્યા સુધી મતગણતરી પ્રક્રિયામાં કોઇ ખલેલ ન પહોચે,મુકત, ન્યાયી અને નિષ્પક્ષ રીતે મતગણતરી થઈ શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ખુબ જ જરૂરી હોઇ મતગણતરી કેંદ્રની અંદર તથા મતગણતરી કેંદ્રની આજુબાજુના વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાય છે.

શ્રી નૈમેષ દવે(આઇ.એ.એસ) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, સાબરકાંઠાને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની રૂએ ચૂંટણી સંદર્ભે સાબરકાંઠા જિલ્લાના મતગણતરી કેંદ્રો તથા તેની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં તા.૪/૬/૨૦૨૪ ના રોજ સવારના ૦૭.૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રતિબંધીત હુકમો ફરમાયા છે.

૧) મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.

(૨) મતગણતરી કેન્દ્રમાં કે તેની આજુબાજુ ૧૦૦ મીટની ત્રિજયામાં કોઈપણ વ્યકિત વાહનો સાથે આવી શકશે નહી.

 

(૩) મતગણતરી કેન્દ્રમાં ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ, મતગણતરીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રી/ કર્મચારીશ્રી તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યકિત પ્રવેશ કરી શકશે નહીં.

(૪) મતગણતરી કેન્દ્રમાં કોઈપણ વ્યકિત રાજકીય પક્ષના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો કે કોઈ નિશાનીઓ લાવી શકશે નહીં.

આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.

ભારતના ચૂંટણી પંચ/ રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા નિરીક્ષકશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, વધારાના ચૂંટણી અધિકારીશ્રી ચૂંટણી અધિકારીશ્રી મુદ્દા નં.-(૧)માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે, પરંતુ મતગણતરી હોલમાં જવાના પ્રસંગે આવું ઉપકરણ સાઈલન્ટ મોડમાં રાખવાનું રહેશે.

(૨) કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ તથા સુરક્ષા કર્મચારીઓ સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય તેવા મુદ્દા નં.-(૧) માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે., પરંતુ મતગણતરી હોલમાં આવું કોઈ ઉપકરણ લઈ જઈ શકાશે નહીં.

(૩) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી/ ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વાહન પરમીટ આપેલ વાહનો મતગણતરી કેન્દ્રના પોર્ચ સુધી લાવી શકાશે.

(૪) મતગણતરી માટે નિમણૂક આપેલ અધિકારીશ્રીઓ/ કર્મચારીશ્રીઓને લઈને આવતું વાહન પાર્કીંગ એરીયા સુધી લાવી શકાશે.

(૫) ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ પોતાનું વાહન ચૂંટણી અધિકારીશ્રીએ તે માટે નકકી કરેલ એરીયા સુધી લાવી શકશે.

આ આદેશનો ભંગ કરી જો કોઈ વ્યક્તિ પાસે મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસસેટ/ વોકીટોકી સેટ અને અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો મળી આવશે તો અથવા પ્રતિબંધીત વિસ્તારમાં કોઈ વાહન પ્રવેશ કરશે તો સ્થળ પરના સુરક્ષા અધિકારી કર્મચારીશ્રીનું આવુ વાહન જપ્ત કરી શકાશે. આ આદેશનો ભંગ કરનાર વ્યક્તિને ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!