IDARSABARKANTHA

વડાલીના ભજપુરા ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો

વડાલીના ભજપુરા ગામે ‘આત્મા’ પ્રોજેક્ટ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો*
**
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ભજપુરા ગામે આવેલ સદગુરુ મોડલ ફાર્મ ખાતે ‘આત્મા’ પ્રોજેક્ટ અંતર્ગત જીલ્લા અંદરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો અને જમીનની ફળદ્રુપતા જાળવવાનો હતો.

આ તાલીમ કાર્યક્રમમાં પ્રગતિશીલ ખેડૂત કાન્તિભાઈ પટેલ તથા સી.આર.પી. ભરતભાઈ પટેલ દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાયાના સિદ્ધાંતો વિશે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. તેમણે જીવામૃત, ઘન જીવામૃત અને પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરવાના ફાયદાઓ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

આ પ્રસંગે ‘આત્મા’ સ્ટાફ અને પ્રાકૃતિક ખેતી બોર્ડના પ્રતિનિધિઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી માટે મળતી સહાય વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક ખેડૂતોએ આ તાલીમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રાકૃતિક ખેતી અપનાવવાનો સંકલ્પ કર્યો હતો.

જયંતિ પરમાર સાબરકાંઠા

Back to top button
error: Content is protected !!