સાબરકાંઠા…
છેલ્લા કેટલાય વર્ષોથી સાબરકાંઠાને અમદાવાદ સહિત રાજસ્થાન સાથે રેલ્વે થી જોડાણની માંગ આજે પૂરી થઈ છે જેમાં એક સાથે જયપુર ઇન્દોર અને કોટા ને જોડતી ત્રણ નવી ટ્રેન ને સાબરકાંઠા જિલ્લા સાંસદે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે જે આગામી સમયમાં વિવિધ મામલે રાજસ્થાન સહિત સમગ્ર દેશ સાથે સેતુ રૂપ કડી બનશે…
સાબરકાંઠાના હિંમતનગર રેલવે મથકથી આજે એક સાથે રાજસ્થાન ની ત્રણ ટ્રેનોની કનેક્ટિવિટી શરૂ કરાઇ છે જેમાં જયપુર ઇન્દોર અને કોટા સાથે આજથી નિયમિત રૂપે ટ્રેન ની સુલભતા શરૂ કરાઈ છે. સાબરકાંઠા જિલ્લાને વર્ષોથી સરહદી જિલ્લાની સાથોસાથ રેલવે સુવિધા થી વંચિત રહેલ હતું જોકે બ્રોડગેજ રેલ્વેની શરૂઆત થવાની સાથે જ હવે હિંમતનગર રેલ્વે મથક ઉપર આજથી વધુ ત્રણ ટ્રેન શરૂ થઈ છે જે રાજસ્થાનના જયપુર ઇન્દોર તેમજ કોટા સુધી તમામ મુસાફરો માટે મૂળભૂત સુવિધા આપશે સાથોસાથ આગામી સમયમાં રાજસ્થાન તેમજ મહારાષ્ટ્ર માટે આ ટ્રેન થકી સેતુ રૂપ ભૂમિકા પણ બંધાશે. જોકે આજથી શરૂ થઈ રહેલી આ ટ્રેન સાબરવાસીઓ માટે રાજસ્થાન તેમજ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં જવા માટે પાયારૂપ સુવિધા બનવા જઈ રહી છે સાથોસાથ આ ટ્રેન શરૂ થવાથી ધંધા ઉદ્યોગ અને રોજગાર માટે પણ મહત્વનું પરિબળ સાબિત થનાર છે…
સામાન્ય રીતે ટ્રેન સુવિધા શરૂ થતા કાયમી અપડાઉન કરનારા વિદ્યાર્થીઓ સહિત નાના મોટા વેપારીઓ અને ઉદ્યોગ ધંધા માટે પણ નવીન દ્વાર ખુલશે તે નક્કી છે જોકે હાલમાં હિંમતનગર રેલ્વે મથકથી એક સાથે ત્રણ ટ્રેન શરૂ થતા અમદાવાદથી જયપુર સુધી નિયમિત રૂપે અપડાઉન કરનારા તમામ લોકો માટે આશીર્વાદ સ્વરૂપ બનશે જો કે સાબરકાંઠા જિલ્લા સાંસદ સહિત રાજ્યસભા સાંસદ રમીલાબેન દ્વારા અમદાવાદ તરફ જતી ટ્રેનને લીલી ઝંડી આપી વિધિવત શરૂઆત કરાવાઈ છે ત્યારે આગામી સમયમાં સાબરવાસીઓ માટે મુંબઈ કનેક્ટિવિટી માટે પણ પ્રયાસ શરૂ હોવાનું જણાવ્યું છે સાથોસાથ આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં બાકી રહેલી ખેડબ્રહ્માથી હડાદ સુધીની કનેક્ટિવિટી માટે પણ સંપૂર્ણ પ્રયાસ કરવાનું જણાવ્યું હતું…
જોકે એક તરફ સાબરકાંઠા જિલ્લાને વર્ષોથી રેલવેની સુવિધાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે ત્યારે હવે આગામી સમયમાં મુંબઈ તેમજ દિલ્હી સુધીની કનેક્ટિવિટી મળે તો સાબરકાંઠા જિલ્લાના વિકાસ માટે આજથી શરૂ થયેલી ટ્રેન વિકાસની ટ્રેન સાબિત થશે તે નક્કી છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા