સાબરકાંઠા જીલ્લા માં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડુતો ના પાકને ભારે નુકસાન થયુ છે જેમાં ખેડુતો ના તૈયાર પાક પર વરસાદી પાણી ફરી વળતા ખેડુતોને હાલ તો રોવાનો વારો આવ્યો છે…
ફાગણ માં અષાઢી માહોલ છવાયો … જી હા ગઈ કાલે સાંજે અચાનક જ જીલ્લાના વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાવા લાગ્યો હતો અને પવન ને લઈને કાપીને તૈયાર કરેલ ચણા, ઘઉં, તમાકુ સહિતના પાકને વાવાઝોડાએ ઉડાડી દીધુ તો જે બચેલ પાક હતો તેના પર વરસાદી પાણી ફરી વળતા ખેડુતોએ મહા મહેનતે તૈયાર કરેલ પાક પલડી ગયો… તમાકુ માં ભારે નુકસાન તો આવ્યુ છે તો આ ઉપરાંત ઘઉ અને ચણા સહિત શાકભાજી અને ઘાસચારો પણ પલડી ગયો છે…
ઘઉ, તમાકુ અને ચણાની હાલત તો એવી છે કે ખેડુતો ને રોવાનો વારો આવે એમ છે… જે પાક ખેડુતોએ તૈયાર કરીને કાપીને ખેતરમાં મુક્યો હતો સુકાવા માટે તે પાકમાં વાવાઝોડુ આવતા ઉડી ગયો તો ત્યારબાદ વરસાદ પડતા પાક પલડી ગયો છે… આમ ઘઉ હોય કે ચણા જે પલડી જવાથી ભારે નુકસાન થયુ છે જે પાક ખેડુતો માર્કેટમાં લઈને જાય તો તેમને પુરતા ભાવ પણ ન મળે કારણ કે પલડેલ ઘઉં પર કાડી ડાગી પડી જાય તો ચણા પણ કાડા પડી જવાથી પુરતો ભાવ ન મળે અને વેપારીઓ પણ પાક લેવાની આનાકાની કરશે જેથી ખેડુતો ને ખર્ચ પણ નિકળે નહિ તેવી પરિસ્થિતિ નુ નિર્માણ થશે તો પશુઓને ખાવા માટે ઘાસચારો પણ મળી શકે તેમ નથી..
આ વર્ષે ખેડુતો ના હાલ બેહાલ થયા બે-બે વખત કમોસમી વરસાદે ખેડુતો ના તૈયાર પાક ને નુકસાન પહોચાડ્યુ છે તો બટાકા શાકભાજી સહિત ઘાસચારા માં પણ આ વખતે નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડુતો હાલ તો સરકારની સહાય ની રાહ જોઈ રહ્યા છે…
રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા