વાત્સલ્યમ્ સમાચાર
ખેડબ્રહ્મા તાલુકાના બાવળ કાઠિયા ગામના યુવક મંડળ દ્વારા 105 થાળી અને 525દીવડા પ્રગટાવી મહા આરતી નું આયોજન કરવામાં આવ્યું
બાવળ કાંઠિયા ગામ યુવક મંડળ તથા આયોજક ડાભી મોહનભાઈ કેશાભાઈ અને ડાભી ભરતભાઈ માણકાભાઈ. તથા પ્રમુખ સુરેશભાઈ કાંતિભાઈ ઉપપ્રમુખ ડાભી અજમેલભાઈ જીવાભાઇ અને મંત્રી ડાભી દિલીપભાઈ શંકરભાઈ અને મહામંત્રી તરીકે ડાભી પ્રભુભાઈ કેશાભાઈ દ્વારા મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 105 થાળી અને 525 દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને માં કુળદેવી અંગાહી માતા અને માં જગદંબા માં ને પ્રાર્થના કરવામાં આવી હતી
માતાજી ને એટલી અરજ કરવામાં આવી હતી કે માં બધાને સુખ, શાંતિ,અને સમૃદ્ધિ આપજો અને સર્વને નિરોગી રાખજો એવી માં આગાહી માતાને અને માં જગદંબા ને પ્રાર્થના કરવામાં આવી હતી.
અહેવાલ..કિરણ ડાભી ખેડબ્રહ્મા.