સાબરકાંઠા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓની એક દિવસીય કાર્યશિબિર યોજાઇ

0
25
વાત્સલ્યમ્ સમાચાર

 

IMG 20230119 WA0180

 

સાબરકાંઠા જિલ્લા પંચાયતના જનપ્રતિનિધિઓની એક દિવસીય કાર્યશિબિર યોજાઇ

 

સાબરકાંઠા જિલ્લામાં ન્યુ સર્કિટ હાઉસ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પી.આર.આઈ અને રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય કાર્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશિબિરમાં સાબરકાંઠા જીલ્લા પંચાયત દ્વારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવી આરોગ્ય સુવિધા, તમામ આરોગ્યલક્ષી કાર્યક્રમો અને યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જનપ્રતિનિધિઓ પ્રજાની વચ્ચે રહીને તેમને આરોગ્યલક્ષી સરકારી સેવાઓ થી માહિતગાર કરી શકે અને વધુમાં વધુ લોકો સરકારી સેવાઓ નો લાભ લઈ શકે તેવા ઉદ્દેશ્યથી આ કાર્ય શિબિર યોજાઇ હતી.

આ કાર્યશિબિરમાં આરોગ્ય ક્ષેત્રે સરકારે નવી જાહેર કરેલ સેવાઓ, સેવાઓ માં કરવામાં આવેલ સુધારા તેમજ ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ, માતૃ વંદના કાર્યક્રમ, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, પી.એમ.જે.વાય., માતૃ-બાળ કલ્યાણ ને લગતી યોજનાઓ જેવી યોજનાઓની વિસ્તૃત ચર્ચા કરી જાણકારી આપવામાં આવી હતી.

આ કાર્યશિબિરમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી શાહ, ઉપ પ્રમુખશ્રી. અમૃતસિંહ પરમાર, કારોબારી અધ્યક્ષ શ્રી વિપુલભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી શંકરભાઈ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજ સુતરીયા, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.ચારણ તેમજ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને આરોગ્ય શાખાના અધિકારી હાજર રહી આ કાર્યશિબિર ને સફળ બનાવી હતી.

રિપોર્ટ,જયંતિ પરમાર

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews