યુજીવીસીએલ હિંમતનગર દ્વારા વીજ સલામતી દિન અને લાઈન મેન દિવસની ઉજવણી કરાઇ

0
11
વાત્સલ્યમ્ સમાચાર

IMG 20230306 WA0032

યુજીવીસીએલ હિંમતનગર દ્વારા વીજ સલામતી દિન અને લાઈન મેન દિવસની ઉજવણી કરાઇ
*****

ભારત સરકારના વિદ્યુત મંત્રાલય સંલગ્ન રાજ્ય તથા કેન્દ્ર સરકારની ખાનગી અને જાહેર સાહસની તમામ વીજ વિતરણ કંપનીઓ, બોર્ડ ,નિગમમાં ફરજ બજાવતા લાઈન સ્ટાફની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવા તેમજ સલામતી જાળવવાના ઉમદા હેતુસર લાઈનમેન દિવસની ઉજવણી મહિલા અગ્રણી અને પરખ સંસ્થાના પ્રમુખ મા.શ્રી કૌશલ્યા કુંવરબાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી
જેમાં ઉદ્ઘાટક અને મહેમાન પદે શ્રી .વી. એમ શ્રોફ તેમજ વી .આર. બારોટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શ્રીમતી નિશાબેન પટેલ (નાયબ ઈજનેર હિંમતનગર) એ શાબ્દિક સ્વાગતમાં મહેમાનોને આવકાર્યા હતા. નાયબ ઇજનેર શ્રી શિલ્પાબેન પટેલે હિંમતનગરની ત્રણે વિભાગીય પેટા કચેરીઓનો અહેવાલ અને ઉપલબ્ધિઓની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર લાઈન મેનોને સન્માન પત્ર આપી બહુમાન કરવામાં આવ્યું હતું.
કુ. કૌશલ્યા કુંવરબા અને શ્રોફ સાહેબે વિવિધ ઉપલબ્ધીઓની સાથે યુજીવીસીએલની સાતત્યપૂર્ણ, વિશ્વસનીય અને ગુણવત્તા યુક્ત સેવાઓને બિરદાવી લાઈન મેનોને યોદ્ધા તરીકે નવાજી રાષ્ટ્રના નિર્માણમાં અને ગુજરાત મોડલને વિકસિત કરવામાં યોગદાન આપવા હાકલ કરી હતી.
આ પ્રસંગે સૌએ સલામતી સંદર્ભે પ્રેઝન્ટેશનના નિદર્શન સાથે સાથે પ્રતિજ્ઞા લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રો.ડો.અરવિંદ એસ. પટેલ અને આભાર વિધિ નાયબ ઇજનેર હિંમતનગર ટાઉન દિનેશભાઈ બી. પટેલે કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે એ. એ. ખણુંશિયા તેમજ અધિકારી વર્ગે સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાઈન મેન તથા વીજકંપનીના કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હતા.

રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews