AHAVADANGGUJARAT

ડાંગ નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની ઉજવણી..

વાત્સલ્યમ સમાચાર- મદન વૈષ્ણવ-ડાંગ
ભારત સરકારના યુવા કાર્યક્રમ તથા ખેલ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા  સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીની  ઉજવણી કરવામાં આવી હતી.તેમજ સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્મરણો અને વિચારોને પણ યાદ કરવામાં આવ્યા હતા.ભારત સરકારના યુવા કાર્યક્રમ એવમ ખેલ મંત્રાલય અને નહેરુ યુવા કેન્દ્ર, ડાંગ દ્વારા સુબીર તાલુકાના ખાંભલા ગામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડો. દીપક ભોયે (અધ્યક્ષ, મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ,વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત) ઉપસ્થિત રહ્યા હતા.અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને તેમના કાર્યો વિશે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સહભાગીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.તેમજ ડો.દીપક ભોયેએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતીને એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે સરદાર પટેલે દેશના વિવિધ દેશી રજવાડાઓનું વિલીનીકરણ કરી સમગ્ર દેશને એકસૂત્રમાં બાંધવા અને દેશની અખંડિતતા  માટે ખૂબ જ મહત્વનું યોગદાન આપ્યું હતુ.કાર્યક્રમના સંયોજક તરીકે નેહરુ યુવા કેન્દ્રના વોલેન્ટિયર સુનિતાબેન ભોયે દ્વારા   આયોજન કરવામાં આવ્યુ હતુ. આયોજિત કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં યુવાઓ, બાળકો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા.અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..

Back to top button
error: Content is protected !!