તારીખ ૧૪/૦૯/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ગુરૂવારના રોજ કાલોલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સવિતાબેન બચુભાઈ રાઠવા ઉપપ્રમુખ તરીકે ગુણવંતસિંહ સાભાઈભાઈ ચૌહાણ તેમજ કારોબારી અધ્યક્ષ તરીકે ઉપેન્દ્રસિંહ મહોબતસિંહ ચાવડા અને પક્ષના નેતા તરીકે ઇન્દ્રજીતસિંહ અરવિંદસિંહ રાઠોડ ને જાહેર કરાતા સમર્થકો અને શુભેચ્છકો મા આનંદની લાગણી વ્યાપી ગઈ હતી આજરોજ કાલોલ તાલુકા પંચાયતના સભાગૃહ ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં કાલોલ ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ કાલોલ તાલુકા ભાજપના નરેન્દ્રસિંહ ગોહિલ મહામંત્રી કિરણસિંહ તેમજ હાલના પ્રમુખ જયદેવસિંહ ઠાકોર જિલ્લા પંચાયત માજી પ્રમુખ રાજપાલ સિંહ જાદવ તાલુકા પંચાયતના ચૂંટાયેલા તમામ સભ્યો ની હાજરીમાં હાર પહેરાવી વિજેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું એક બીજાને મીઠાઈ ખવડાવી વિજયના વધામણા કર્યા હતા આ પ્રસંગે ફતેસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર કાલોલ તાલુકાના વિકાસને પ્રાધાન્ય આપવા અપીલ કરી હતી.