GUJARATNARMADATILAKWADA

પ્રથમ વરસાદમાં જ તિલકવાડાના ઘણા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા

ભારે પવન સાથે વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાઇ તો કેટલાક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી જતા છવાયો અંધારપટ

પ્રથમ વરસાદમાં જ તિલકવાડાના ઘણા વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા

ભારે પવન સાથે વરસાદ પડતા ઘણા વિસ્તારોમાં વૃક્ષો થયા ધરાશાઇ તો કેટલાક વિસ્તારમાં વીજળીના થાંભલા પડી જતા છવાયો અંધારપટ

વસિમ મેમણ / તિલકવાડા

મળતી માહિતી અનુસાર આજ રોજ દિવસ દરમિયાન ભારે ગરમી બાદ સાંજના સમએ ભારે પવન અને વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી તો ભારે પવનના કારણે ઘણા વિસ્તારોમાં તોતિંગ વૃક્ષો ધરાસાઈ થયા હતા તો કેટલાક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જતા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો ત્યારે તિલકવાડા ના ગણસીદા રોડ પર મોટા પાયે વૃક્ષો તૂટી પડ્યા હતા અને ગણસીદા રોડ પર આવેલી એમ બી વિદ્યાલય ના પતળા ઉડી જતા ભારે નુકશાન થયું હતું ત્યારે વરસાદની શરૂઆતમાં જ તિલકવાડા તેમજ આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતાં તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા

ઉલ્લેખનીય છે કે હાલ વર્ષાઋતુ ની શરૂઆત થઈ છે ત્યારે સખત ભારે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને આવી ગરમી વચ્ચે આજ રોજ સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને તિલકવાડા તેમજ આસપાસના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો આને થોડીક જ ક્ષણોમાં ચારે બાજુ પાણી પાણી જોવા મળ્યું હતું અને વિસ્તારમાં ઠંડક પ્રસરી જતા લોકોએ ગરમી થિ રાહત અનુભવી હતી પરંતુ સીઝનના પ્રથમ વરસાદમાં જ ભારે પવન ફૂંકાતા તિલકવાડા નગરમાં ચારે બાજુ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને તિલકવાના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં લીમડા નું મહાકાંઈ વૃક્ષ ધરાશાઇ થયું હતું તેની સાથે વીજળીના વાળો તૂટી પડતા વિસ્તારમાં અંધારપટ છવાયો હતો તો બીજી તરફ સરકારી હોસ્પિટલ નજીક પણ મહાકાય વૃક્ષ તૂટી પડ્યો હતો તો ગણસીદા રોડ પર મોટા પ્રમાણ માં વૃક્ષો તૂટી પડ્યા હતા આને વૃક્ષો સાથે વીજળીના થાંભલા પણ પડી જતા કેટલાક વિસ્તારમાં અંધાર પટ છવાયો હતો તો કેટલાક લોકોની મોટર સાયકલ ઉપર વૃક્ષો પડતા ગાડીમાં પણ નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે ત્યારે વરસાદ ઋતુની શરૂઆતમાં જ જાણે મેઘરાજાએ 20 20 મેચ રમી હોય તેવી રીતે થોડીક જ ક્ષણોમાં ચારેબાજુ તબાહીના દ્રશ્યો જોવા મળ્યા હતા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!