વાત્સલ્યમ્ સમાચાર
27 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
જી.ડી .મોદી કોલેજ ઓફ આર્ટસ, પાલનપુરમાં આજ રોજ 27 ઓક્ટોબર 23 ના રોજ કેમ્પસના BCA હોલમાં axis bank આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે કારકિર્દી લક્ષી સેમિનારનું આયોજન કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એસ.જી.ચૌહાણ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વક્તા તરીકે નીટ કંપની અમદાવાદથી દીપક હટકરે વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું . પ્લેસમેન્ટ સેલના કો-ઓર્ડીનેટર દીપક પટેલે આ સેમીનારને સફળ બનાવવા જરૂરી પ્રયાસો કર્યા હતા. પ્લેસમેન્ટસેલ નાસભ્ય ડૉ. કલ્પનાબેન ગાંવિત, ડૉ. વિજય પ્રજાપતિ તેમજ ડૉ. સુરેખાબેન પટેલ અને પ્રો. હેમલબેન પટેલે હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ સેમિનારમાં 43 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી ભાગ લીધો હતો.