વલસાડ જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ મુદ્દે ૪૨ ચુકાદા આવ્યા. દુકાનદાર- વેપારીઓને રૂ. ૧૪.૭૫ લાખનો દંડ ફટકારાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

દૂધ, દહીં, ઘી, પનીર, તેલ, જલેબી, નમકીન, ગાંઠીયા, કાજુ શેક, બિરયાની, મટન ગ્રેવી, પીવાનું પાણી, ક્રીમ પાઉં અને સાબુદાણા સહિતની ખાદ્ય સામગ્રી અપ્રમાણસર સાબિત થઈ હતી.વલસાડ જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંતર્ગત જુલાઇ- ૨૦૨૫ માસમાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરનાર તત્વો વિરૂધ્ધ કુલ ૪૨ ચુકાદા આપવામાં આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝીગ્નેટેડ ઓફિસરશ્રી દ્વારા કેસ દાખલ કરવાની મંજુરી આપવામાં આવતા ફુડ સેફ્ટી ઓફિસરો દ્વારા એજ્યુડીકેટીંગ ઓફિસર -વ- અધિક નિવાસી કલેક્ટરશ્રીની કોર્ટમાં ઉપરોક્ત કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં હુકમ થતા નાપાસ થયેલા નમુનાઓ બદલ પેઢીઓને કુલ ૧૪,૭૫,૦૦૦ નો દંડ કરવામાં આવ્યો છે.



