શ્રી ડીસા મોઢ મોદી સોશિયલ ગુપ્ર વાડીરોડ નાં સહયોગથી બહુચર માતાને પાલખી અર્પણ કરી

0
180
વાત્સલ્યમ્ સમાચાર

25 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા IMG 20231025 WA0097

ડીસા દશેરા પર્વ નિમિત્તે માતા શેરી બહુચર માતાજીના મંદિરથી પાલખી સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હજારોની સંખ્યામાં માઈભક્તો જય બહુચરના નાદ સાથે શોભાયાત્રામાં જોડાયા..ડીસા શહેરમાં આવેલ માતાશેરી વિસ્તારમાં માં બહુચર નાં મંદિરે આસો સુદ -૧૦ ને તા.૨૪-૧૦-૨૦૨૩ મંગળવાર શ્રી ડીસા મોઢ મોદી સોશિયલ ગુપ્ર વાડીરોડ નાં સહયોગથી બહુચર માતાજી ને ભવ્ય નવીન પાલખી બનાવી ને દશેરાના દિવસે પૂજા-વિધિ કરી મહંત શ્રી કૌશિકભાઈ રાવલ ને મંદિરમાં અર્પણ કરવામાં આવી હતી આ અસ્વારી રાત્રે ૭-૩૦ વાગે નીકળી આ શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી પરત મંદિરે પહોંચી હતી ત્યારે બાદ રાત્રે આરતી પૂજા કરી શ્રી ડીસા મોઢ મોદી સમાજ સોશિયલ ગુપ્ર દ્વારા મહાપ્રસાદ શીરાની તેમજ દર્શન ધાર્મિક જનતા એ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે સોશિયલ ગુપ્ર વાડીરોડ નાં સભ્યો ચંદ્રકાંતભાઈ નાસરીવાલા, નગીનદાસ કાનુડાવાલા, રમેશભાઈ ચોખાવાલા, રમણીકભાઈ રહેવાસી, હિતેશભાઈ ચોખાવાલા, શેલૈષભાઈ ચોખાવાલા, ઈશ્વરભાઈ મંછુડીવાલા, મહેશભાઈ પાવાલા વિગેર સભ્યો હાજર રહ્યા હતા.વિનોદભાઈ બડીવાલા

 

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews