AHAVADANGGUJARAT

આહવાની સરકારી વિનયન/વાણિજય કોલેજ ખાતે ‘શ્રીમદભગવદ્ ગીતાજયંતી’ કાર્યક્રમની ઊજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

સરકારી વિનયન અને વાણિજય કોલેજ આહવા ખાતે કૉલેજના આચાર્યશ્રી ડૉ.યુ.કે.ગાંગુર્ડેના માર્ગદર્શન હેઠળ તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ ગીતાજયંતી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે કોલેજના પ્રોફેસર ડૉ. મુકેશ ઠાકોર અને પ્રો. પિન્ટિયા માહલા ઉપસ્થિત રહ્યા હતાં. તેઓએ ગીતામાં નિહિત તત્ત્વજ્ઞાનની સર્વવ્યાપકતા-સર્વગ્રાહિતા તેમજ જ્ઞાન-કર્મ-ભક્તિનાં ત્રિવેણી સંગમથી મોક્ષપ્રાપ્તિ જેવાં વિષયો પર વ્યાખ્યાન પ્રસ્તુત કર્યા હતાં.

સાથે જ કૉલેજના બી.એ અને એમ.એ.ના વિધાર્થીઓએ પણ ગીતાજીના એક-એક શ્લોકનું પઠન કરીને તત્સંબંધિત પોતાના વિચારો રજૂ કરીને કાર્યક્રમને સાર્થક બનાવ્યો હતો. આ શ્લોકગાનની સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક ઠાકરે અંજ્જુબેન રાજેશભાઈ, દ્વિતીય ક્રમાંક ગવળી વનિતાબેન જયરામભાઈ, તૃતીય ક્રમાંક જાદવ શર્મિલાબેને મેળવ્યો હતો.

Back to top button
error: Content is protected !!