
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસાના બડોદરાગામની પરિસ્થિતિ : પાયાનું શિક્ષણ આપતી આંગણવાડી અને પ્રાથમિક શાળાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ
અરવલ્લી જિલ્લામાં તંત્રની નીતિ અને રીતિના કારણે શિક્ષણ કથડતું જાય છે,જાગૃત નાગરિકો રજુઆત કરે છે પણ કોણ સાંભળે છે,વિકાસના દાવા ઓ કરતી સરકારના ભ્રષ્ટ બાબુઓ ના કારણે સરકારની છબી ખરડાતી જાય છે,છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા પંચાયત ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીથી ચાલે છે, કાયમી જિલ્લા વિકાસ અધિકારી ના હોવાના કારણે લોકોની સમસ્યા નો ઉકેલ નથી આવતો,માત્ર ચૂંટણી ટાણે મત માટે નીકળી પડતા નેતાઓ જીત્યા પછી ક્યાં પાછું વળી ને ક્યાં જુવે છે.મોડાસા તાલુકાનું બડોદરા ગામ એવું છે.ત્યાં પાયાનું શિક્ષણ આપતી આંગણવાડી અને પ્રાથમિક શાળાને લઈ ગ્રામજનો માં ભારે રોષ વ્યાપ્યો છે,આંગણવાડી નું મકાન હોવા છતાં આરોગ્યના જર્જરિત મકાનમાં બાળકોને બેસાડી આંગણવાડી કેન્દ્ર ચલાવવામાં આવે છે,કાર્યકર અને તેડાગર કર્મચારી ની મનમાની અને ઉચ્ય અધિકારીઓ ના આશીર્વાદ થી કર્મચારી બેફામ બન્યા છે,બાળકો ની સંખ્યા ઓછી હોવા છતાં ઓનલાઈન ખોટી હાજરી પુરી ભ્રષ્ટાચાર આચરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યો છે.બડોદરા ગામની પ્રાથમિક શાળા ને લઈ પણ ગ્રામજનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે,શાળામાં માધ્યહન ભોજન યોજના નો પણ બાળકોને પૂરતો લાભ ન મળતો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.ત્યારે તંત્રના અધિકારીઓ કુંભકર્ણ ની નિદ્રા માંથી જગ્યા ના હોય તો,અને ના જગ્યા હોય તો જાગી ને જુવો કે તમારું લશ્કર ક્યાં લડે છે.સરકાર લાભાર્થીઓ માત્ર અનેક યોજનાઓ અમલમાં મુકે છે,પરંતુ યોજના માં થતા ભ્રષ્ટાચાર ના કારણે લાભાર્થીઓ વંચિત રહી જાય છે,તમામ યોજનોઓ નો લાભ મળે અને ઉચ્ય અધિકારી ગામની મુલાકત લે એવી પણ ગ્રામજનો ની માંગ ઉઠી છે




