ધાંગધ્રાની કે. એમ. બોયઝ હાઈસ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ અને ડ્રગ્સ જેવા દૂષણથી દૂર રહો સેમિનાર યોજાયો.

તા.12/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા કે.એમ.બોયઝ હાઇસ્કુલના આચાર્ય વાજા સાહેબ તથા એમ. એમ. ગર્લ્સ માધ્યમિક સ્કૂલના આચાર્યા શ્રીમતિ જિગીષા બેનના વડપણ હેઠળ સેમીનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય ચીફ ગેસ્ટ કમ મુખ્ય વક્તા તરીકે સાબરમતી સેન્ટ્રલ જેલના નિવૃત જેલર વર્ગ 2 શ્રી મહેશ કુમાર દવે હતા સાયબર ક્રાઈમ અને ડ્રગ્સ જેવા દૂષણથી દૂર રહો વિષય આધારિત ચોટદાર વક્તવ્ય આવ્યું હતું જેમાં 500 થી વધુ જેટલા વિધાર્થી તથા વિધાર્થીની બહેનો સાથે પચીસ જેટલા શિક્ષક મિત્રોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો જેલર શ્રી દવેએ પોતાના જેલ જીવનના બહોળા અનુભવના આધારે સચોટ ઉદાહરણો સાથે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું વિધાર્થી બંધુઓ તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો જેલર દવે દ્વારા વિધાર્થીઓને સ્વાસ્થ્ય જાળવવા ફાસ્ટ ફૂડથી દૂર રહેવા અને મોબાઇલનો ઉપયોગ ઓછો કરી ઇનડોર ગેમ્સના બદલે આઉટડોર ગેમ રમવા માટે સલાહ આપી હતી ભવિષ્યમાં સખત મહેનત કરી GPSCજી કે UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી સારા પ્રમાણિક અધિકારી બનવા ટીપ્સ આપી હતી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આ બન્ને સ્કૂલમાં આવા સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સ્કૂલના પૂર્વ આચાર્ય સી.કે.વ્યાસ સાહેબનું માર્ગદર્શન અને સહકાર ખૂબ જ સારો રહ્યો હતો આવા દરેક કાર્યક્રમમાં જેલર દવેની સાથે રહેતા એમના ધર્મપત્ની શ્રીમતિ ભારતી ત્રિવેદી દવે દ્વારા મધુર સ્વરમાં સુંદર પ્રાર્થનાનું ગાન કરવામાં આવ્યું હતું સાથે સ્કૂલ પ્રશાસન દ્વારા જેલર શ્રી દવેનું પ્રાર્થનાબુક અને શબ્દો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું જેલર શ્રી દવે છેલ્લા બે વરસથી અવિરત પણે આ નિશુલ્ક સેવા કરી રહ્યા છે અત્યાર સુધીમાં આશરે 75 જેટલી સ્કૂલ કોલેજમાં આવા સેમીનારનું આયોજન કરેલ છે.




