વાત્સલ્યમ્ સમાચાર
તારીખ 21/22/ 23 -10 -2023 ના રોજ શ્રી બાલાજીપાર્ક આયોજિત નવરાત્રી ઉત્સવ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું. આજે સમાજ જયારે રામરાજ્ય જેવું આપણું રાજ્ય પણ બનવું જોઈએ એવી અપેક્ષાઓ લઈને બેઠો છે.. ત્યારે આપણે પણ રામના જેવા ગુણો જીવનમાં લાવવું પડશે… તો કેવી રીતે આવશે?.. આ મુખ્ય ઉદ્દેશને ધ્યાનમાં લઇ અમારા નવયુવક મંડળ દ્વારા રામાયણ અને મહાભારત ની થીમને ધ્યાનમાં લઇ. વેશભૂષા નુ આયોજન આઠમ ના દિવસે કરવામાં આવ્યું હતું… 27 જેટલા સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો… જેમાં શ્રીરામ,કૃષ્ણ, લક્ષમણ ,શબરી, શંકુતલા,બાબાસાહેબ આંબેડકર , ડોક્ટર વગેરે રામાયણ અને મહાભારતના પત્રોને લઇ વેશભૂષા યોજાઇ હતી… જેથી આજના સમાજને એક પોઝિટિવ સંદેશ અને પ્રેરણા મળી રહે…ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા.