થાનગઢ કોલસાની ખનીજ ચોરીને પ્રોત્સાહિત કરતાં માઈનીંગ લીઝની માપણી તપાસ કરવામાં આવે

0
328
વાત્સલ્યમ્ સમાચાર

તા.05/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20231005 WA0017

આશરે વીસ લીઝ ધારકો પાસ પરમીટનો વેપલો કરી ગેરકાયદેસર ખનનને વેચવાનો આરોપ

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુળી સાયલા વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમા ખનીજ કાર્બોસેલ કોલસો મળી આવે છે જેની સરકાર દ્વારા ફાળવવામાં આવેલ માઈનીંગ લીઝ ધારકો આશરે વીસથી પચ્ચીસ ફકત છે અને છેલ્લા પંદર વર્ષથી નવી એકપણ લીઝ ફાળવણી કરવામાં આવી નથી ત્યારે આશ્ચર્યજનક અને જાદુઈ લીઝો છેલ્લા પચ્ચીસ વર્ષથી ધમધમે છે અને એમાંથી અખુટ કાર્બોસેલ ખનીજ મળી આવે છે તેમ પાસ પરમીટ ઈશ્યુ થતા રહે છે જે ગેરકાયદેસર ચાલતી કોલસાની આશરે ૧૫૦૦ ખાણો ધમધમી રહી છે તેને પાસ પરમીટ આ લીઝ ધારકો વેચી રહ્યા છે તે બાબતે આજદિન સુધી ખાણ ખનીજ વિભાગ દ્વારા શા માટે કોઈ તપાસ કરવામાં આવી નથી તે મોટો સવાલ છે સરકાર દ્વારા કાર્બોસેલ ખનીજ એક મેટ્રીક ટનના ભાવ ૮૦ હોય છે તે જ પાસ ગેરકાયદેસર ખાણો વાળા ખરિદી રૂપિયા પ્રતિ મેટ્રીક ટનના ૩૦૦ આપી ખરીદ કરતાં હોય છે એટલે રસ્તા ઉપર આ ગેરકાયદેસર ખનીજ કાયદેસર બની જાય છે ત્યારે આ બાબતે તમામ આધાર પુરાવાઓ સાથે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે અને તેમાં જણાવ્યું છે કે આ તમામ માઈનિંગ લીઝોની માપણી કરવામાં આવે માઈનીંગ નિયમો મુજબ સ્થળ તપાસ કરવામાં આવે તો આ તમામ બંધ અને કાયદા વિરુદ્ધની માઈનીંગ લીઝનો પર્દાફાશ સાથે ભષ્ટાચાર બહાર આવશે અને ગેરકાયદેસર ખનીજ ખનન વહન ઉપર રોક લાગશે તેમ જણાવ્યું હતું.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews