DASADASURENDRANAGAR

બજાણા માલવણ રેલ્વે ફાટક પાસે વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા.

બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો 678 તથા ક્રેટા કાર તથા મોબાઇલ સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ SMC પોલીસે જપ્ત કર્યો.

સુરેન્દ્રનગરના જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં SMC એ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમા કાર સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો બજાણા માલવણ રેલ્વે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા અને જે અંગે બજાણા પોલીસ મથકે કુલ સાત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા પોલીસ મથક વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે લોખંડનું કટીંગ ઝડપી પાડ્યું હતુ જે ઘટના હજુ સમી નથી ત્યાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઇ એ વી પટેલ સહિત સમગ્ર ટીમ દ્વારા બજાણા પોલીસ મથક હદ વિસ્તારના બજાણા માલવણ ફાટક પાસે ક્રેટા કારમાં પરપ્રાંતિય વિદેશી દારૂની બોટલો નંગ 678 કિં.રૂ.2,06,000 ક્રેટા કાર કિં.રૂપિયા 10,00,000 મોબાઈલ નંગ 4, કિંરૂ.20,000 મળી કુલ રૂ.12,26,000 ના મુદ્દામાલ સાથે રાજસ્થાનના ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસ દ્વારા પૂછપરછ કરતા જથ્થો ચોટીલા ખાતે લઈ જવાતો હતો જેમાં બજાણા પોલીસ મથકે કાર માલિક તથા જથ્થો મોકલનારા અને ચોટીલા ખાતે જથ્થો લેવા આવનારા સહિત કુલ સાત વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે હાલમાં બજાણા માલવણ રેલ્વે ફાટક પાસે ક્રેટા કારમાં લઈ જવાતો પરપ્રાંતિય વિદેશી દારૂ સાથે ત્રણને ઝડપી પાડ્યા હતા જે અંગે બજાણા પોલીસ મથકે કુલ સાત ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!