સુરેન્દ્રનગર વિવિધ પોલીસ મથકમાંથી ઝડપાયેલ રૂ.46.45 લાખનાં વિદેશી દારૂનો નાશ કરાયો.

0
91
વાત્સલ્યમ્ સમાચાર

તા.05/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરScreenshot 2023 1004 144555

સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ અલગ 6 જેટલા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતના મુદ્દામાલનો કોર્ટના જરૂરી હુકમ બાદ અલગ અલગ બે જગ્યાએ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર પોલીસ ડિવીઝન તાબા હેઠળ આવતા એ ડિવીઝન, બી ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ મથકની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-17,358 કિં. રૂા.54.21 લાખ તથા બીયર ટીન નંગ-2,210 કિં.રૂા.2.24 લાખ સહિતનો મુદ્દામાલ વઢવાણ તેમજ મુળી તાલુકાના ખાટડી ગામે આવેલા સરકારી ખરાબાની જમીનમાં બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો આ સમગ્ર કામગીરી જિલ્લા પોલીસવડા ગીરીશ પંડયાની સુચનાથી ડીવાયએસપી એચ.પી.દોશી તેમજ ચોટીલા મેજીસ્ટ્રેટ પી.એચ.ગળચર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં અને કોર્ટ દ્વારા હુકમ સહિતની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કરવામાં આવી હતી.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews