સુરેન્દ્રનગર LCB પોલીસે લખતરમાં બંધ રહેણાક મકાનમાંથી રૂ.5,24,090 નો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર 

0
158
વાત્સલ્યમ્ સમાચાર

તા.04/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરIMG 20231004 WA0055

વિદેશી દારૂની બોટલો નંગ.1534 કિ.રૂ.4,86,890 તથા બિયર ટીન નં.372 કિ.રૂ.37,200 એમ કુલ મળીને રૂ.5,24,090 નો મુદ્દામાલ જપ્ત કર્યો.IMG 20231004 WA0053

સુરેન્દ્રનગર એલસીબી ટીમ દ્વારા જિલ્લા વિસ્તારમાં ખાસ પેટ્રોલિંગ હાથ ધરી દરમિયાન એલસીબી ટીમના પો.કો. ગોપાલસિંહ ઝાલા તથા પરીક્ષિતસિંહ ઝાલાએ અગાઉથી ચોક્કસ બાતમી મેળવી કે લખતર મસ્જિદ ચોક કાજે શેરીમાં રહેતા ઇમરાનશા ઉર્ફે મસાલિયો હબીબશા દિવાન તથા તાહિરશા સલીમશા દિવાન વાળાઓ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂનો જથ્થો પોતાના ભોગવટા વાળા બંધ મકાનમાં રાખી વેચાણ કરતા હોય તે જગ્યાએ રેડ કરતા વિદેશી દારૂની બોટલો નંગ.1534 જેની કિ.રૂ.4,86,890 તથા બિયરના ટીન નંગ.372 જેની કિ.રૂ.37,200 એમ કુલ મળી કિ.રૂ.5,24,090 ના મુદ્દામાલ ઝડપી પાડી બંને આરોપીઓ હાજર નહીં મળી આવતા બંને આરોપીઓ વિરુદ્ધ લખતર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews