SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

ઝાલાવાડમાં 20 જેટલી 108 એમ્બ્યુલન્સ 80 કર્મચારીઓ કાર્યરત.

તા.04/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કોઈપણ મેડીકલ ઈમરજન્સી આવે કોઈપણ વ્યક્તિનું સ્વાસ્થય સંકટમાં હોય ત્યારે સ્વજનોને તુરંત એક નંબર યાદ આવે છે અને તે છે 108 માનવ જીવન બચાવવામાં 108 ઈમરજન્સી સેવા લોકો માટે દેવદુત સમાન બની રહી છે સુરેન્દ્રનગર જીલ્લામાં 2022 નાં છેલ્લા એક વર્ષમાં 108 ની ટીમોએ 24, 220 જેટલા લોકોનાં જીવ બચાવ્યા છે અને કોઈપણ પરિસ્થિતિમાં 108 ને ફોન કરવાથી હાજર થઈ જાય એવા લોકોના વિશ્ર્વાસને પ્રતિસાદ આપીને જીતી લીધો છે આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગર જીલ્લામાં હાલ 20 જેટલી 108 ઈમરજન્સી સેવા પોતાનાં 80 જેટલા કર્મચારીઓ સાથે ઠંડી, ગરમી, ચોમાસુ જોયા વિના માનવ જીવન બચાવવા હરહંમેશ તૈયાર રહે છે છેલ્લા એક વર્ષમાં સુરેન્દ્રનગર જીલ્લામાં 108 ની ટીમોએ કુલ 24, 220 લોકોનાં જીવ બચાવ્યા છે જેમાં સગર્ભા માતાને લગતી 11, 631 ઈમરજન્સી, અકસ્માતને લગતી 2, 863 ઈમરજન્સી, પડી જવાના કે વાગવાના બનાવોની 1, 950 ઈમરજન્સી, હૃદયરોગને લગતી 894 ઈમરજન્સી સહીત પેટમાં દુ: ખાવો, ઝેરી દવા પીવી, ઝેરી જીવજંતુ કરડવુ વિગેરે જેવા બનાવોમાં 108 ની ટીમોએ ખડેપગે ફરજ બજાવી છે. ઝાલાવાડનાં દુરદુરનાં અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારો હોય કે,ગીચ સંકડા વિસ્તાર હોય,108 ની ટીમ ઘટના સ્થળે દોડી જઈ માનવજીવન કેવી રીતે જલ્દીથી બચાવી શકાય છે તે કામમાં લાગી જાય છે સુરેન્દ્રનગર જીલ્લાનાં 108 સેવાનાં સુપરવાઈઝર આમીરહુશેન મનસુરી અને રાજકોટ જીલ્લાનાં પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર વધુ માહીતી આપતા જણાવે છે કે, કોઈપણ પરિસ્થિતિમાં માનવ જીંદગી બચાવવીએ અમારી પહેલી પ્રાથમિકતા હોય છે વરસતો વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય 108 ની ટીમ બનાવ સ્થળે અચુક પહોંચી જાય છે જીલ્લામાં 20 જેટલી 108 વાન છે જેમાં પાયલોટ, ઈ.એમ.ટી.ડોકટર અને પ્રાથમીક સારવારનાં અત્યાધુનિક તબીબી સાધનો હોય છે જીલ્લામાં 80 જેટલા કર્મચારીઓ માનવજીવન બચાવવાનાં કાર્યમાં સતત ખડેપગે રહે છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!