SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રાના વાવડી મોટીમાલવણ વચ્ચે ફલકુ નદી પર 6.57 કરોડના ખર્ચે પુલનું કરાયું ખાતમુહૂર્ત.

તા.06/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધ્રાંગધ્રા રણકાંઠા વિસ્તારમાના વાવડી મોટીમાલવણ વચ્ચે ફલકુનદી પર ચોમાસા લોકોને આવવા જવા મુશ્કેલીઓ પડતી હતી ત્યારે લોકોને સુવિધા પ્રાપ્ત થાય તે માટે રૂ. 6.57 કરોડના ખર્ચે પુલ બનાવવાના કામનું કેન્દ્રીય મંત્રી દ્વારા મંગળવારે લોકાપર્ણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધ્રાંગધ્રા વિસ્તારમાં રણકાંઠાના વાવડી મોટી માલવણ વચ્ચે ફલકુનદી પર પુલ નહી હોવાથી ચોમાસામાં રસ્તો બંધ થઈ જતો હતો અને લોકોને આવવા જવામાં મુશ્કેલીઓ પડતી હતી અગાઉ પાણીમાં પસાર થઈ નીકળવું પડતુ ત્યારે લોકો તણાઇ જવાના બનાવો બન્યા હતા આથી મંગળવારે સરકાર દ્વારા રૂ. 6.57 કરોડના ખર્ચે વાવડી મોટીમાલવણ વચ્ચે ફલકુનદી પર પુલ બનાવાના કામનું સુરેન્દ્રનગરના સાંસદ કેન્દ્રીય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા,ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા,પૂર્વ ધારાસભ્ય પરશોતમભાઈ સાબરીયાના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ ત્યારે દીગુભા ઝાલા, ધીરૂભાઈ હારેઝા, ધનશ્યામભાઈ, જેમીનભાઈ મુજપરા,અતુલભાઈ જેઝરીયા, દીપકસિંહ ઝાલા, વાવડી સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ડો.મહેન્દ્રભાઈ મુજપરાએ જણાવ્યું કે સરકાર દ્વારા લોકોને સારી સુવિધા પ્રાપ્ત થાય અને વધુમાં વધુ સુરક્ષા મળે તે માટેની કામગીરી કરે છે આ પ્રસંગે સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય,વાવડીના સરપંચ મોટી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં ત્યારે આગેવાનો દ્વારા આંગણવાડી ની પણ મુલાકાત લીધી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવડી ગામના સરપંચ અને ગામલોકો દ્વારા જેહમત ઉઠાવી હતી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!