તા.21/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના અંતરિયાળ ગામ ગણાતા કાળાસર ગામની સીમમાં દીપડાએ ગાયનું મરણ કર્યું છે મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાળાસર ગામે માલધારી તરીકે માલ ઢોર રાખતા ગોવિંદભાઈ ખટાણાની ગાયનું દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યું છે અને ગાયને મોતને ઘાટ ઉતારવામાં આવ્યું છે ત્યારે ગાય વાડામાં બાંધેલી હતી તે દરમિયાન દીપડો આવી અને ત્રાટકયો છે અને દીપડા દ્વારા ગાયનું મરણ કરવામાં આવ્યું છે જોકે આ અંગે માલધારી દ્વારા વન વિભાગને જાણ કરી અને દિપડો પાંજરે પુરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલા દીપડાઓ વસવાટ કરતા હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે પરંતુ હવે આ દીપડાઓ ગામ તરફ આગળ વધતા હોય તેવા પ્રકારના કિસ્સાઓ તાજેતરમાં સામે આવ્યા છે જેમાંનો ચોટીલાના કાળાસર ગામે ગાયનું મારણ કરી અને આ દીપડા દ્વારા ગાયને મોતને ઘાટ ઉતારવામાં આવી છે જેને લઈને માલધારી સમાજમાં રોષ ફેલાયો છે આ દીપડાને પાંજરે પુરવામાં આવે અને તેને સીમમાંથી બહાર મૂકી આવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે ત્યારે ચોટીલાના આજુબાજુના વિસ્તારમાં ખાસ કરીને દીપડાઓ શાળાની પાળી ઉપર તો બીજી તરફ દીપડાઓ જાહેર રોડ રસ્તાઓ ઉપર આંટાફેરા મારતા તાજેતરમાં નજરે પડ્યા છે સોશિયલ મીડિયા ઉપર આવા વીડિયો પણ વાયરલ થયા છે ત્યારે કાળાસર ગામની સીમમાં ગાયનું મરણ કરવામાં આવ્યું છે દીપડાના પંજા ના નિશાન પણ દેખાયા છે ત્યારે વન વિભાગ દ્વારા પણ આ મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી છે.