SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યકક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ.

તા.04/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ભાઈઓમાં ૦૭.૪૫ મિનિટના સમય સાથે પંચાલ રોહિત અને બહેનોમાં ૦૮.૫૭ મિનિટના સમય સાથે કઠેચીયા અસ્મિતા પ્રથમ ક્રમાંકે વિજેતા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે આજે રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાના તૃતીય સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં એન.એન.શાહ હાઈસ્કુલ ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતાં અને સંસ્કાર ધામ કુમાર છાત્રાલયમાં રહેતાં સાયલા તાલુકાના લાખાવડ ગામનાં પંચાલ રોહિત પ્રકાશભાઈ ૦૭:૪૫ મિનિટના સમય સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતાં પોતાની આ સફળતા પાછળ શિક્ષક મુરલીભાઈનો આભાર વ્યક્ત કરતા રોહિતે જણાવ્યું હતું કે, મને આ સ્પર્ધાની જાણ મારા શિક્ષક થકી જ થઈ હતી. એમના પ્રોત્સાહનના કારણે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. હું રોજ પ્રેક્ટિસ કરતો હતો અને મને સાહેબ તરફથી ખૂબ જ સપોર્ટ મળ્યો છે અગાઉ મેં ક્યારેય આવી કોઈપણ સ્પર્ધામાં ભાગ લીધો નથી પ્રથમ પ્રયાસે જ મારો પ્રથમ નંબર આવ્યો અને મને ખૂબ જ મોટી સફળતા મળી એવું હું મારા દિલથી માનું છું સરકારના આ સમગ્ર આયોજનને બિરદાવતા વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આવી રસપ્રદ સ્પર્ધાઓના આયોજનના પગલે યુવાનોને આ પ્રકારની એડવેન્ચર સ્પોર્ટ્સમાં ભાગ લેવા પ્રોત્સાહન મળે છે રોહિતે સૌ લોકોને આવી સ્પર્ધાઓમાં ભાગ લેવા પણ અનુરોધ કર્યો હતો અને આવા ભવ્ય આયોજન બદલ સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના હરખભેર વખાણ કરતા આભાર વ્યક્ત કર્યો હતો આ જ સ્પર્ધામાં મોર્ડન હાઇસ્કુલ, સણોસરા ખાતે ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી કઠેચીયા અસ્મિતા રમેશભાઈ ૦૮.૫૭ મિનિટના સમય સાથે પ્રથમ ક્રમાંકે વિજેતા બન્યા હતા પોતાને ૨૫ હજારનું પ્રોત્સાહક ઇનામ મળતા આનંદ સાથે સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, મારા આ ઇનામની રકમ મારા આગળના અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી બનશે અન્ય યુવાનો માટે પણ પ્રોત્સાહક બની રહેશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!