વાત્સલ્યમ્ સમાચાર
તા.20/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પઢારીયા પરીવારનું અનોખું જીવદયા માટે પગલું.
હાલ લગ્નની તૈયારી ધુમધામ ચાલી રહી છે ત્યારે ખાસ કંકોત્રી અવનવી અને નવીનતા સાથે છપાવવાની એક હોંશ હોય છે તેમાં વઢવાણ તાલુકાના ખોલડીયાદના લેખક અને શિક્ષણ સાથે જોડાયેલા પઢારીયા મહેશભાઈએ તેમની લાડલી દિકરીના શુભ લગ્નની કંકોત્રી કંઈક અલગ રીતે જ છપાવેલ છે તેમના દિકરીબા કૃપાલીબાના લગ્ન પ્રસંગે નવ દંપતિને આશીર્વાદ આપવા માટે સ્નેહીજનો ને ચકલીના માળા સ્વરુપ કંકોત્રી બનાવી છે જે એક જીવદયાનું ઉદાહરણ પુરુ પાડે છે અને આ કંકોત્રી ચકલીના માળા તરીકે ખાસ ઉપયોગી બનશે ત્યારે આ કંકોત્રી જોઈ પર્યાવરણ પ્રેમીઓએ આ કાર્યને અને પઢારીયા મહેશભાઈને શુભેચ્છા સાથે અભિનંદન આપેલ હતા.