SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળી તાલુકાના કળમાદ ગામે થયેલ વીજચેકિંગ દરમિયાન અધિકારીની ચેકિંગ સીટમાં ભૂલ થયાના કારણે ખોટી FIR ખેડૂત પર દાખલ કરવામાં આવી છે જે તાત્કાલિક ધોરણે રદ કરવા બાબત રજુઆત

તા.06/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી તાલુકામાં વીજચોરીના જે કેસ થઈ રહ્યા છે તેમાં કોઈ ના કહેવાથી ચેકિંગ સીટ ભૂલ ભરેલી બનાવી ખેડૂતોને મોટી રકમના દંડ આપવામાં આવી રહ્યા છે. જે અધિકારીઓ કોઈ રાજકીય આગેવાનનો હાથો બની ખોટી ચેકિંગ સીટ બનાવી ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડી રહ્યા છે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ખોટી FIR રદ કરી ફરીવાર સાચી નિયમ મુજબ ચેકીંગ સીટ બનાવવામાં આવે ગત તા: 3-1-2023 ના રોજ મુળી તાલુકાના કળમાદ ગામે બહાદુરભાઇ મેરામભાઈ કરપડા પર વીજ ચોરીનો કેસ દાખલ થયો એ જ સમયે બાજુના ખેડૂત સર્દુલભાઈ કરપડા પર વીજ ચોરીનો કેસ દાખલ થયો જેની ચેકિંગ સીટમાં લખવામાં આવ્યું કે સર્ડુલભાઈ ગ્રાહક છે એટલે 42000 દંડ આપવામાં આવે છે એની સામે બહાદુરભાઈ ગ્રાહક નથી આવું ચેકિંગ સીટમાં ખોટી માહિતી લખી બહાદુરભાઇને બે લાખ કરતા વધારે દંડ આવ્યો ખરેખર બહાદુરભાઈ કરપડાએ જ સર્વે નંબર પર વીજ કનેક્શન ધરાવે છ વર્ષોથી ગ્રાહક છે તેમ છતાં ચેકિંગ કરનાર અધિકારીએ જાણી જોઈ બહાદુરભાઈ કરપડાને આર્થિક નુકસાન પહોંચાડવા ચેકિંગ સીટમાં ભૂલ કરી છે જે અધિકારીએ આ ભૂલ કરી છે તેના પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને બહાદુરભાઈ કરપડાને જે વધારાનો દંડ આપવામાં આવ્યો છે તેને ફરીવાર ચેકિંગ સીટ બનાવી યોગ્ય દંડ આપવામાં આવે જ્યારે મીટર બાયપાસ કરી અને કોઈ ખેડૂત વીજ ચોરીમાં પકડાય છે ત્યારે એક વર્ષ સુધીનું વીજ બિલનું કેલ્ક્યુલેશન કરી દંડ આપવામાં આવે છે જેમાં 24 કલાક લેખે વીજ વપરાશ ની ગણતરી કરવામાં આવે છે ખરેખર ખેડૂતને વીજળી 8 કલાક જ આપવામાં આવે છે તો દંડ આપતી વખતે 24 કલાક વીજળી ગણીને દંડ કેમ અપાય છે? બહાદુરભાઈ કરપડા પર થયેલા બીજા કેસમાં 24 કલાક લેખે દંડ ગણવામાં આવ્યો છે તે આઠ કલાક મુજબ કરવામાં આવે. અન્ય ખેડૂતો સાથે પણ આ અન્યાય ન થાય એની તકેદારી રાખવામાં આવે.આ બાબતે કળમાદ નાં ખેડૂતો સાથે રજુઆત રાજુભાઈ કરપડાએ કરેલ હતી અને જણાવ્યું હતું કે રાજકીય રીતે ખેડૂતો ને હેરાન પરેશાન કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!