સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ નજીક ચોરાઉ બાઈક સાથે બે ઈસમને બી ડિવિઝન પોલીસ દબોચી લીધા.

0
211
વાત્સલ્યમ્ સમાચાર

તા.26/10/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગરScreenshot 2023 1026 122842

મોટરસાયકલ સાથે બે શખ્સોને રૂ.25,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.

સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ જી એન શ્યારાની સુચના મુજબ ઘરફોડ ચોરી, વાહન ચોરી, લૂંટ,ધાડ સહીતના મિલકત વિરુદ્ધના બનાવો અટકાવવા અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગ દરમિયાન એએસઆઈ એન ડી ચુડાસમા, દિલીપભાઈ વાળાઓએ બાતમી આધારે હીરો હોન્ડા મોટરસાઇકલ નંબર પ્લેટ વગરનું લઈ નિકળતા ઈમરાન રહીમભાઈ જેડા ને ઉભો રાખી મોટરસાયકલના કાગળો માંગતા તેમજ નંબર પ્લેટ બાબતે તપાસ કરતાં એન્જિન નંબર તથા ચેસીસ નંબર એપ્લિકેશનમા તપાસતાં મોટરસાયકલ રજી.જીજે 13 એચ એચ 7800 હોવાનું જણાતાં મોટરસાયકલ માર્કેટીંગ યાર્ડ સામે પેટ્રોલપંપ માંથી ચોરી કર્યાનું જાણવા મળ્યું હતું તેથી સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન ખાતે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી આરોપીની ઓળખ કરાવી આરોપીની ગુના મુજબ પુછપરછ હાથ ધરતાં આ મોટરસાયકલ ફારૂકભાઈ મહેબુબભાઈ કટીયા તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકોએ ચોરી કરેલ હોવાની કબુલાત આપતા મજકુર આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાત્સલ્યમ્ સમાચારની PDF આવ્રુતિ વાંચવા માટે નીચેના Whatsapp Whatsapp ગ્રુપ માં જોડાવો 👇 VATSALYAM SAMACHARની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો https://play.google.com/store/apps/details?id=com.vatsalyanews