SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

મુળીનાં ભેટ ગામે ખનીજ માફીયાઓની દાદાગીરી માલિકી ની જમીનમાં કોલસાની ખાણો

તા.06/01/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેડૂતો દ્વારા કલેકટરને લેખિત માં રજુઆત

મુળી તાલુકાનાં ગામોમાં મોટા પ્રમાણમાં ખનિજ મળી આવે છે ત્યારે ભેટ ગામનાં ખેડૂતનાં માલિકીની જમીન પર ભુમાફિયાનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જાય છે અને ખેડૂતોને ધમકી આપી કોલસાની ખાણો ચાલું કરી ખનિજ ખનન વહન કરી રહ્યા તે બાબતે ખેડૂતોએ આજે કલેકટરને રૂબરૂ રજૂઆત કરી હતી ભેટ ગામનાં ખેડૂત વિરમભાઇ વેલાભાઈ સાપરાએ જણાવ્યું હતું કે અમારી જમીન ભેટ ગામથી દક્ષિણમાં સર્વે નંબર ૨૮૮ અને ૨૯૧ સંયુક્ત માલિકીની ધરાવિએ છીએ આ બાબતે ખનિજ માફીયાઓને અમોના પાડતાં તેઓ એ ઉશ્કેરાયને જાનથી મારી નાખવાની ધમકી આપી હાંકી કાઢવામાં આવેલાં તો આ અમારી માલિકીનાં જમીનમાં ખનિજ ખોદકામ બંધ કરાવવામાં આવે અને અમોને આત્મરક્ષણ આપવામાં આવે નહીંતર અમો સામુહિક આત્મવિલોપન કરીશું તેમ જણાવ્યું હતું મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ માફીયાઓ દ્વારા ખનિજ ખનન વહન ચાલુ છે પરંતુ તંત્ર દ્વારા કોઇ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને ભુમાફિયા ઓને રીતસર છુટો દોર આપેલ હોય તેમ ખેડૂતોને લાગી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!