SURENDRANAGARWADHAWAN

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીના પત્નીના જન્મ દિવસે ટીબી હોસ્પિટલને રૂ.18 લાખનું દાન આપ્યું.

તા.09/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જાણીતા હાસ્ય કલાકાર લેખક અને ઉમદા સમાજ સેવક જેમને ભારત સરકારે થોડાં દિવસ પહેલા પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે એવા જગદીશ ત્રિવેદીએ પત્ની નીતા બહેનના જન્મ દિવસે ટી બી ની નિર્દોષાનંદજી હોસ્પિટલને વધુ 18 લાખ રૂપિયાનું દાન કરેલ છે જગદીશ ત્રિવેદીના પત્નીનો જન્મદિવસ હોવાથી રૂ.18 લાખ રૂપિયાનું દાન કરેલ છે આ અગાઊ જગદીશ ત્રિવેદીએ હોસ્પિટલને 33 લાખ રૂપિયાનું દાન કરેલ હતું અને આ દાન સાથે આ હોસ્પિટલને એમના વ્યક્તિગત દાનની રકમ 51 લાખ પૂર્ણ થયેલ છે ટીબી ગામની નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની ખાસીયત એવી છે કે ભાવનગર, રાજકોટ કે સુરત જેવા શહેરોની સિવિલ હોસ્પિટલ કરતા આ ગામડાની હોસ્પિટલમાં રોજની ઓપીડી વધુ છે આ હોસ્પિટલમાં રોજની 1000 થી વધુ દર્દી સારવાર લેવા માટે આવે છે અને રોજના 30 થી વધુ ઓપરેશન થાય છે અહીં તમામ પ્રકારના ઓપરેશન તદ્દન મફતમાં થાય છે અને એ પણ અદ્યતન ઓપરેશન થિયેટરમાં કરવામાં આવે છે ઓપરેશન તેમજ દવાઓ સાથે જમવાનું પણ મફત આપવામાં આવે છે આ હોસ્પિટલમાં દરરોજ 2 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે છતાં કોઈની પાસે માંગ્યા વગર દાન આવ્યા જ કરે છે એ સંતની કરુણા અને શુદ્ધ સેવાનો પ્રતાપ છે.

Back to top button
error: Content is protected !!