તા.09/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ડમ્પર લેવા આવેલા શખ્સનો મોબાઈલ તપાસતા ઘટસ્ફોટ
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજચોરી અંગે ચેકિંગમાં જતી ખાણ ખનીજ વિભાગની ટીમની માહિતી સોશિયલ મીડિયામાં વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી ચેકિંગ અંગેના મેસેજ ફરતા કરનાર શખ્સો સામે ખાણખનીજ વિભાગ દ્વારા જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં અલગ અલગ 9 વોટ્સએપ ગ્રૂપ બનાવનાર 32 એડમિન વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા જોરાવરનગર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા એકાદ માસથી સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગઢાદ અને થાન તાલુકામાં ખનીજ ચોરી બેફામ થઈ રહી છે અને અનેક પ્રકારની ચર્ચાઓ સામે આવી છે તેમજ રાજકીય લોકોની મોટાપાયે ખાણો ચાલતી હોવાનું પણ આક્ષેપો થયેલા એકાદ માસથી ચાલી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ખાણ ખનીજ વિભાગ ભારે ચર્ચામાં રહેલું છે અને જેના કારણે છેલ્લા એકાદ માસથી ચાલતી આક્ષેપ બાજી કારણે કોઈને કોઈ પ્રકારે ખાણ ખનીજ વિભાગ સામાન્ય કામગીરી કરી અને સંતોષ માની રહ્યું હતું અને જેનો પડદા પાસ થયો છે ત્યારે થોડા દિવસ પહેલા જ હજુ સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપિંગ પણ ફરતી થઈ હતી અને મોટો દરોડો હોવા છતાં પણ સામાન્ય કેસ કરી અને જવા દેવામાં આવ્યા આવવાનું અને કેટલી ચરખી હતી? કેટલા ડમ્પર હતા અને કેટલા જેસીબી હતા જેની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં ચાલી હતી ત્યારે મીડિયાના કર્મચારીઓ ગમે ત્યારે કલેકટરને પૂછે ત્યારે પણ તેઓને કોઈ વાતની ખબર ના હોય તેવા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા ત્યારે હાલમાં ખાણ ખનીજ વિભાગને ખાણ ખનીજ ચોરીમાં જોડાયેલા લોકો સામે ફરિયાદ કરવાની ફરજ પડી છે અને એકા બીજાને એકા બીજાની ખાણો વાળા મેસેજથી મેસેજ કરી અને જણાવી દેતા હતા અને દરોડા પાડવા જાય ત્યાં અમુક વાર જાનને લીલા તોરણપાછી ફરવાનો પણ સમય આવતો હતો આવી અનેક બાબતો ધ્યાન ઉપર આવી હતી આ અગાઉ પણ માત્ર વાત નહીં આપવા વાળાને ખાણ ખનીજ વિભાગનો કર્મચારી હતો જેની પાસે જેસીબી અને ડમ્પર તેમજ મોટી રોકડ રકમ અને બંગલાઓ બનાવી લીધા હોવાની પણ ચર્ચાઓ હાલમાં ચાલી છે જે આ અગાઉ ઝડપાયેલ ત્યારે તેને છૂટો કરી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યો છે ત્યારે હાલમાં ફરિયાદ નોંધાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે ખાણ ખનીજ વિભાગ અને અનેકવાર અનેક પ્રકારની ચર્ચાઓમાં રહ્યું છે ત્યારે ફરી વાર પણ આ લોકો ઉપર ફરિયાદ થતાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવા લોકો કેટલા હતા અને કોણ હતા જે પણ એક તપાસનો વિષય સાબિત થઈ ગયો છે સુરેન્દ્રનગર જિલ્લામાં અવારનવાર ખનીજ ચેકિંગ માટે ગયેલી ટીમ બાતમી વાળી જગ્યાએ દરોડો કરવા પહોંચે તે પહેલા જ દરોડા અંગેની માહિતી લીક થઇ જતાં ખનીજ વિભાગની ટીમનો દરોડો નિષ્ફળ જતો હતો જેને લઇને ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા ખનીજની ચેકીંગ અંગેનું સરકારી વાહન જે તરફ ચેકિંગમાં ગયું હોય તે વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ચેકિંગ અંગેના મેસેજ ફરતા થતાં હોવાની વિગતો બહાર આવી હતી ત્યારે થોડા સમય પહેલા જ ખાણખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર બ્લેકટ્રેપનું વહન કરતુ ડમ્પર ઝડપી પાડયું હતું આ વાહન છોડાવવા વાહન માલિક રાજેશભાઇ નરશીભાઇ ચૌહાણ ખાણખનીજ વિભાગની કચેરીમાં આવ્યા હતા તે દરમિયાન ખાણખનીજ વિભાગના અધિકારીઓએ રાજેશભાઇનો મોબાઇલ ચેક કરતા તેમાં અલગ અલગ 9 વોટ્સઅપ ગ્રુપ મળી આવ્યા હતા જે ચેક કરતા તેમાં ચેકિંગ અંગેની માહિતી લીક કરતા ટેક્સ મેસેજ તેમજ વોઇસ મેસેજ મળી આવ્યા હતા આ વોટ્સઅપ ગ્રુપના એડમિન તેમજ રાજેશભાઇ ચૌહાણ સહીત કુલ 32 લોકો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ વોટ્સઅપ ગ્રુપમા સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત અમદાવાદ, ચરોતર અને મહેસાણા જિલ્લાના પણ વોટ્સઅપ ગ્રુપનો સમાવેશ થાય છે જેને લઇને 32 શખ્સો ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ શખ્સો સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમ તો ફરિયાદનું લિસ્ટ મોટું હોવાનું જાણવા મળે છે પણ જે લોકો મેન મેન સૂત્રધાર હતા જેની સામે ફરિયાદ થયો એનું હાલમાં ચર્ચા રહ્યું છે પરંતુ આ લોકો પણ નાણાના ચોરે કદાચ છૂટી પણ જશે તેવું પણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે.