SURENDRANAGARTHANGADH

થાનગઢ વિષે વિકાસથી વિનાશ સુધીની હદય સ્પર્શી વાત કરતા પ્રતિષ્ઠીત આગેવાન વિજયબાપુ ભગત

તા.18/02/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હું છું થાનગઢ— મને બચાવો બચાવો
મીત્રો આજે હું સુરેન્દ્રનગર જિલ્લાનાં હાર્દસમુ અને પચાસ હજારની માનવ વસ્તી ધરાવતી ઊધોગ નગરી થાનગઢ શહેર આપણી દિવ્ય ભવ્ય સાંસ્કૃતિક અને ધાર્મિક અને ભીન્ન ભીન્ન પ્રકારની વિશેષતાઓ ધરાવતી અને સહેર શ્રેષ્ઠી બૌધ્ધીક મહાનુભાવો જેવાં બચુભાઈ કોટેચા, ડો રાણા સાહેબ કે બાબુભાઈ મીલટ્રી હોય કે અંન્તુશેઠ ડોકટર ઠાકર સસસસાહેબ ડો મેંઢા કે ભગત માત્રાબાપુ હોય મહાન અને જગપ્રસિદ્ધ હાસ્ય કાર સાહબુ્દ્દીન સાહેબ હોય કે હાલમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા યુવા જગદીશ ત્રિવેદી પ્રમાણિક રામકુભાઈ ખાચર નિષ્ઠાવાન ઊધોગપતિ સોમપુરા વિ કે ચાવડા જીતુભાઈ તથા અશોકભાઈ દોશી જુગલકિશોર તથા હેમુભાઈ તથા હરુભાઈ કોટેચા અનેકો સહેરના સિલ્પકારછે રવજીભગત તથા વિરજી બેચર ગંગારામ ભગત દોશી, તથા સૂભાષશાહ હરેશ‌ દોઢીવાળા અને જેનાં મનમાં અને હદયમાં માત્ર ને માત્ર પોતાનાં શહેર શહેરીજનો પ્રજાપતિ સતવારા ભરવાડ રબારી કોળી સોની મહાજન સમાજ ક્ષત્રીય સમાજે જન જનની ઉન્નતિ વાત ઠાંસી ઠાંસીને ભરી હોય જે આદરણીય મહાનુભાવોનાંનાં અગાથ પ્રયત્નોથી થાનગઢ શહેર ની જનતાનાં હિતાર્થે અનેકના કેટલા કેટલા નામ લવ ? આવાં મહાન અને સંનિષ્ઠ રાજકીય મહાપુરુષોની કર્મભુમી ગામધણી વાસુકીદાદાની પવિત્ર અને પાવનભૂમિ ની વાત ગણો તો વાત અને વ્યથા સમજો તો વ્યથા પરંતુ આ એક નરી વાસ્તવિકતા વર્ણવી છે જેને સૌ રાજકીય સામાજિક સહકારી મોટાં ગજાના મહાપુરુષો ખુબ સારી રીતે જાણે છે અને જ નહી પરંતુ આસપાસ ની ગ્રામ્ય જનતા પણ આ દરેક વાત કે વ્યથાનાં કોઈ ને કોઈ રીતે સાક્ષી હશે કેમ કે થાનગઢ શહેર એટલે આજુબાજુના લગભગ ચાલીસ પચાસ ગામનાં હજારો માનવીઓનાં હટાણા ત્યારે શહેરમાં દુર્લભ ક્રોકરી સેનેટરીવેર ઈલેકટ્રીક પોસલીન હીટરપ્લેટ નાની મોટી બસો સીરામીકના કારખાના ગુજરાતમાં માથાદીઠ આવકમાં પ્રથમ અને ભારતનું ત્રીજુ સહેર છે માટી અને ખનીજના ભંડાર તથા મોટી પેઢીઓ વાઘજી બેચર તથા એફ એમ શાહ તથા દોઢીવાલા આસનદાસ પ્યારઅલી બ્રધર અનેક પેઠીઓ ગ્રાહકોથી છલકાતી અને બજારો ભરચક્ક શહેર એ વેપારધંધાનું હબ ગણાતું તેટલું જ નહી અહીં શહેર અને ગ્રામ્ય જનતા રોજબરોજનાં ગામોગામનાં ખેડુતો હોંશે હોંશે પોતાની ખેત જણસો લઈ આવતાં અને હજારો માનવીઓને રોજીરોટી આપતી આખાં દેશમાં વિખ્યાત કાઠીયાવાડી તરણેતરનો મેળો સંસ્કુતી ભાતીગળ પંચાળની પહેચાન તેટલું જ નહી અહી શ્રેષ્ઠ પ્રકારની જૈન વાડી, લાયબ્રેરી, શ્રેષ્ઠ ટાઉનહોલ અધ્યતન સ્કૂલો, સ્મશાનગૃહ, અધ્યતન પંચાયત ઓફિસ એ વખતે ના આજે પણ અડીખમ ઊભી છે ત્યારે આવું અનેક સગવડતાઓથી સુસજ્જ આપણાં શહેરની અઢારે આલમ અને તેરે તાંસળીનાં લોકો ની સુખાકારી વધારવા સતત પ્રયત્નશીલ રહેતાં અને જો શહેરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે કે શહેરમાં કોઈ પણ અરાજક્તા સર્જાય કે જનતાને સરકારી તંત્ર કે કોઈ પણ રાજકીય ચમરબંધીનાં કારણે શહેર ની જનતાને મુશ્કેલી ઉભી કરે તો આવાં નિષ્ઠાવાન સિધ્ધાંતવાદી પ્રમાણીક સરળ અને સહજ અને નિસ્વાર્થ ભાવે સદકાયઁ કરનાર આગેવાનો જો શહેરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી કરનારાને ભરી પીતાં અને ગમે તે ભોગે શહેરની જનતાની સુખાકારી લેશ માત્ર ઘટવા ન દેતાં આજે આવાં રાજકીય સામાજિક અને ગામનાં આવાં પ્રમાણીક અને પૌરાણિક યુગમાં પણ શહેરને અનેક સગવડતાઓથી સુસજ્જ કરી શહેરને નંદનવન બનાવવા પોતાનાં હાડ હોમી દેનારા સિધ્ધાંતવાદી પ્રબુદ્ધ વિવિધ ક્ષેત્રના આગેવાનો નાં નામ લેતાં આપણી છાતી આજે પણ ગજ ગજ ફૂલે પરંતુ આજે ભૌતિક અને આધુનિક યુગનાં માનવીઓએ સિધ્ધાંત અને પ્રમાણિકતા ને ઘોળીને જાણે પી ગયાં હોય તેમ રાજકીય મહાનુભાવોની સતત સસ્તી પ્રસિદ્ધિ અંગત સ્વાર્થ સતા સંપતી મેળવવા અને હું જ સર્વેસર્વા છું તેવું સિધ્ધ અને પ્રસિદ્ધ કરવાની આંધળી દોટ અને ઘેલછા માં પોતાની જવાબદારી અને પોતાનું જમીર કોરાણે મુકતાં ભાતીગળ શહેરમાં આજે અનેક પ્રકારની અરાજક્તા સર્જાતા આ ભાતીગળ ભુમિ એટલે આપણું માદરે વતન પોતાનું અસ્તિત્વ ટકાવવા ઝઝુમી રહ્યું છે ત્યારે શહેરીજનો નાં જીવન આજે અનેક પ્રાણ પ્રશ્નોથી ઘેરાવા લાગ્યાં છે ત્યારે વર્ષો પહેલાં અનેક આશા અપેક્ષાઓ સાથે શહેરીજનો માટે ઉભી કરેલ સગવડતાઓ આજે છિન્નભિન્ન થતી જાય છે શહેરીજનો પાણી શિક્ષણ આરોગ્ય સુરક્ષા વ્યવસ્થા પશુ સારવાર જેવી અનેક પાયાની આવશ્યક સેવાઓ મેળવવી મુશ્કેલ નહી પણ અશક્ય બની છે ત્યારે આ અનેકવિધ સગવડતાઓ વાળું શહેર મહાનગર બનવાને બદલે નેહડામાં તબદીલ થતું જાય છે આજે અનેક લોકો પોતાના બાળ બચ્ચા અને પરિવારને સારૂં શિક્ષણ આરોગ્ય જેવી જીવનની મુખ્ય જરૂરીયાત ન સંતોષાતા લાચાર અને મજબુર બની પોતાની માત્રુ ભુમી માંથી હિજરત કરી રહ્યાં છે ત્યારે ભારત સહિત વિશ્વની જનતા ચંન્દ્ર ઉપર જવાં પ્રયાણ કરી રહ્યાં છે ત્યારે શહેરમાં જમીન ઉપર ચાલવું પણ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે આજનાં આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી નાં યુગમાં ભારત એકવીસમી સદી એટલે ઉજ્જવલ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે આજે છેલ્લા ઘણાં સમયથીથી દિલ્હી સુધી એકચક્રી શાસન હોય હિન્દુસ્તાન વિકાસની હરણફાળ ભરી રહ્યું છે આજે નાનાં નેહડાથી મહાનગરો અનેકવિધ સગવડતાઓથી સુસજ્જ છે તેવાં સાનુકૂળ સમય સંજોગો માં પણ આ ભાતીગળ શહેર બીન કાયદે ખોદીને કરોડોની કર ચોરી કરી રહ્યુ છે ચારે બાજુ કોલસાની ખાણો શહેરને ધરતીમાં સમાવી લેસે ગૌવપાલકો પણ ગૌવચર બચાવવાનુ ભુલ્યા છે એક સમયે એવુ વડીલો પાસે સાંભળ્યું કે થાનગઢ ફરતે દરેક ખૂણે એક દેવના બેસણા છે મધ્યમાં દાદો વાસંગીના રખોપા છે તો એક તરફ ગેબીનાથ છે તો બીજી તરફ અવલ્યા ઠાકર તો પસ્ચીમ માતા ખોડીયાર છે માતા અનસુયાનો આશ્રમ બાંડયા બેલી તો પુર્વમાં જૂના સૂરજદેવળ જેવા પૌરાણિક પ્રસિ્ધ ધરોહર ને અને શહેરીજનોને પોતાનું અસ્તિત્વ દિન પ્રતિદિન જોખમાતું જાય એ ખરેખર દુખનીય બાબત ગણાય અને સોળે કળાએ ખીલેલી આપણી માતૃભૂમિ આવી માનવ સર્જિત આપતી અને વિપતીનો શિકાર બનતી હોય ત્યારે હાલનાં બે જવાબદારો તો ઠીક જે માટી ઉપર આપણે જન્મ્યા મોટાં જે વતનની માટી ખુંદી મોટાં થયાં જે ધરતીએ આપણું લાલન પાલન કર્યું એ આપણી માતૃભુમીનું વસ્ત્રા હરણ થતું હોય જેનું પોતાની અયાશી અને તમામ પ્રકારની ભુખ સંતોષવા ઘણાં કાળાં માથાનાં માનવીઓ આજે શહેરને અસ્તવ્યસ્ત બનાવી પોતાનો આર્થિક સમાજિક વ્યવહારીક અને રાજકીય રોટલો શેકવામાં મસ્ત બની ચુક્યા છે તેથી આજે શહેરમાં વેપાર ધંધા રોજગાર પડી ભાંગ્યા છે ખેતી પશુપાલન કરવું મુશ્કેલ બન્યું છે તો શહેરની શાળાઓ જર્જરિત અને મૃતપ્રાય સ્થિતીમાં છે જનતા શુધ્ધ પાણીનાં એક એક ટીપાં માટે વલખાં મારે છે તો આવી કપરી પરિસ્થિતિ નુ નિર્માણ કુદરતી નહીં પણ કુત્રિમ રીતે થયું છે તો જનતાની ખરેખર ફરજ શું અને જવાબદારી શું બને તે પણ વિચારવા લાયક બાબત છે ?વિકાસના નામે વિનાશ નોતર્યો કે નહી ? અને ફરજ ચૂકેલા જવાબદારો આ દાઝી ગયેલ શહેર અને શહેરીજનોની શહેર નાં સર્વાગી વિકાકની ઝંખનાની આગને ઠારવા ને બદલે શહેરીજનોને ડામ આપી નિર્દોષ લાચાર અને મજબુર માનવીઓ ને પીડા અને ત્રાસ આપે અને આપતાં જ રહે તો પણ આપણે મૌન બની સહન કરીશું તો આવનારી પેઢી આપણને પૂછશે કે પહેલાનાં જમાનામાં વતન ઉપર ઉની આંચ આવતી ત્યારે સૌ કોઈ મેદાને ઉતરી જરૂર પડે તો પ્રાણની પણ આહુતી આપતાં ત્યારે શહેરનું સર્વ પ્રકારે અસ્તિત્વ જોખમાતું હતું ત્યારે તમે શું કરતાં હતાં ત્યારે આપણે શું જવાબ આપીશું હા એટલુ જરુર કહીસ કે પાંચાળ પવિત્ર ભૂમીના ચીરહરણના હિસાબ દરેકે દેવા પડસે યાદ રાખજો કર્મ કોઈને બક્ષે નહી પાપે પાછુ વાળીને જોયુ નથી તો સજાની તૈયારીમાં તો રહેવુ પડે કે નહી ?

[wptube id="1252022"]
Back to top button