SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

પાટડીથી ઘુડખર મુળી તાલુકાનાં સરલા ગામે આવી પહોંચ્યા.

તા.02/012023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ખેડૂતોનાં ઉભા પાકમાં વ્યાપક નુકશાનથી ખેડૂતો ચિંતિત બન્યા.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી ઘુડખર અભયારણ્ય માંથી ઘુડખર છેક મુળી તાલુકાનાં ગામોમાં આવી પહોંચ્યા છે ત્યારે આજે સરલા ગામે મોટી સંખ્યામાં ઘુડખર (ખચ્ચર) જોવા મળેલ હતાં આ ઘુડખરો ખેડૂતોનાં ઉભા પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે અને આ પ્રાણી આરક્ષિત હોય એટલે ખેડૂતો કશું કરી શકતા નથી ત્યારે આ આવેલ ઘુડખરોને તેની મુળ જ્ગ્યાએ વન વિભાગ દ્વારા લ‌ઈ જવાંમાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી છે ખેડૂતો ઘુડખરને ગામઠી ભાષામાં ખચ્ચર ગધેડાથી ઓળખ હોય છે અને આ ટોળાં ઉભાં પાકમાં મોટું નુક્સાન કરતાં હોય છે ત્યારે આ ઘુડખર અભયારણ્ય પાટડી અને ધાંગધ્રા તાલુકાનાં છેવાડાના રણ વિસ્તારમાં છે તો આને વન વિભાગમા તાત્કાલિક ધોરણે મુળી તાલુકાનાં ગામોમાં થી અભ્યારણ્યમાં લઇ જવાં જોઈએ તેમ સરલાનાં ખેડૂતો ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું કે જો આમ જ ઘુડખર અંહી રહેશે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!