તા.04/03/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
જિલ્લા વહીવટી તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ ગેસ લીકેજ જેવા અકસ્માતના ગંભીર સમયે લોકોને તાત્કાલિક મદદ મળી રહે તે હેતુથી જિલ્લા વહિવટી તંત્ર, ફેક્ટરી ઇન્સ્પેક્ટર ઓફિસ સુરેન્દ્રનગર અને ગુજરાત ગેસના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મોક ડ્રીલ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકામાં ગુજરાત ગેસની ઉચ્ચ દબાણવાળી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા ગેસ લીકેજ થવાથી ચોઇસ સેનેટરીવેર અને યુરો એન્કર નામના કારખાના સુધી ફેલાયેલ આગ પર કાબુ લાવવા માટે મોક એક્સરસાઇઝ કરવામાં આવી હતી.આ સમગ્ર મોક ડ્રિલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ડીપીઓ નિલેશ પરમાર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ આસિસ્ટન્ટ ડાયરેક્ટર જે.એસ. આદેશરા, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આસિસ્ટન્ટ મેનેજર રીકેસ વિરડા, થાનગઢ પી.આઇ. કે.બી.વિનોદ, થાનગઢ નાયબ મામલતદાર કે.ડી. દુધરેજિયા, મ્યુચ્યુઅલ હેડ પાર્ટનર સહિતના વિભાગો જોડાયા હતા. તેમજ સમગ્ર કવાયતને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.